________________
મૂળદેવની ક્યા.
( ૨૭૭ )
સહિત નષ્ટ થયા, તેમજ ભ્રમર અને કાજલ સમાન શ્યામ જેના કેશપાશ દ્વીપતા હતા તે આજે ચમરી ગાયના શ્વેત પુછની કાંતિને અનુસરે છે. મોગરાની પાંખડી સમાન જેની દતપક્તિ પ્રથમ શેાલતી હતી તે હાલમાં જારૂપી રાક્ષસણીના ભયથી દૂર નાશી ગઇ છે. એ પ્રમાણે ભાવના ભાવતા તે શ્રેષ્ઠી પેાતાને ઘેર ગયેા. અને તરત જ કુટુંબની રજા લઈ યાચકજનાને મહુ દાન આપી જીનમંદિરામાં મહેાત્સવ કરાવ્યા તેમજ વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. તેજ હું પાતે. તે સાંભળી મૂળદેવ એલ્યે, આ સસાર માર્ગમાં ભવ્ય પ્રાણીઓને અનેક પ્રકારનાં વૈરાગ્ય કારણ આવી મળે છે. પરંતુ આ પ્રમાણે તે તમે જ કરી શકયા. હું સ્વામિન્ ? આ પ્રમાણે વૈરાગ્યનાં કારણુ મ્હને પણ આવી મળે છે, પરંતુ ભેગ તૃષ્ણામાં હું આસક્ત છું તેથી મ્હને વૈરાગ્ય થતા નથી, માટે મ્હને ગૃહીધર્મના ઉપદેશ આપેા. ત્યારબાદ મુનિએ ખાર પ્રકારના શ્રાવક ધર્મ કહ્યો. મૂળદેવે પણ વિધિપૂર્વક તેના સ્વીકાર કર્યો અને મુનિને નમસ્કાર કરી પેાતાને ઘેર ગયા. કેટલાક સમય ધર્મ પાલન કર્યું. પશ્ચાત્ લેગ તૃષ્ણામાં મહું લુબ્ધ થઇ લક્ષ્મીના મદથી પ્રમાદમાં પડ્યો.તેથી ધીમે ધીમે ધર્મ મા ભૂલીને અવળે રસ્તે ચડી ગયા. પછી સેાગ સાધનામાં નિરંતર મૂર્જિત થઇ ભાત, દાળ અને શાકાદિ પદાર્થને બહુ તૈયાર કરાવવા લાગ્યા. તેમજ તેલ, મહા તેલ અને ખલી, તથા જલાદિક લાગેપયોગી પદાર્થાને બહુ એકઠા કરવા લાગ્યા. વળી લેાકમાં જણાવતા હતા કે, જેને ત્યાં શરીર નિમિત્ત ઉપયાગી ભાગસાધન ન હાય તે ભાગી કેવી રીતે ગણાય? જ્યાં આગળ સેવક લેાકેા ઇચ્છા પ્રમાણે વિલાસ કરે છે તેજ Àાગી કહી શકાય.
મૂળદેવને એક નાની વ્હેન હતી, તે ગૃહીધર્મ માં બહુ રાગ
-૧૮