________________
(૨૬૮ ).
શ્રીસુપાર્શ્વનાચરિત્ર.
રહીશ એક મ્હારા મિત્ર આ ખડ઼ મ્હારા ઘેરથી લઇ ગયા હતા. તે વાત પછીથી મ્હારા જાણવામાં આવી. તે સાંભળી રાજાએ તેજ વખતે પેાતાના સુભટને માકલી તેના મિત્રને પણ ત્યાં ખેલાવ્યા અને રાજાએ તેને પૂછ્યુ કે દુલ ભના જે ખડ઼ તુ લઇ ગયા હતા તે ક્યાં છે? મિત્ર ખેલ્યા હું નરાધીશ ? હું મ્હારા ગામ જતા હતા તેવામાં રસ્તે ચાલતાં કેઇ પણ ઠેકાણે તે ખડ઼ે મ્હારી પાસેથી પડી ગયા, પણ તે કાના હાથમાં આવ્યા હશે તે હું જાણતા નથી. રાજાએ તે ખૐ તેના હાથમાં આપીને કહ્યુ', કેમ આ કે બીજું ? મિત્ર આવ્યે જે મ્હેં લીધુ હતુ તેજ આ છે. એમાં કંઈ સંશય નથી. પછી મંત્રી ખેા હું રાજાધિરાજ ? કોઇ કાળે પણ આ કા એનુ સભવતું નથી, માટે આ શ્રેષ્ઠીના કુટુંબ ઉપર મહેરખાની કરી આપ સ્વસ્થાનમાં પધારે. ત્યાર બાદ રાજાએ ક્રુઅને કહ્યું. તુ વાણીયાના પુત્ર છે. ત્યારે આ ખર્ગનુ શું કામ છે ? એમ બહુ ઠપકા આપી રાજાએ તેના ઘરમાંથી સર્વ શસ્ત્રો મગાવી પેાતાના સ્થાનમાં રાખ્યાં, અને દુર્લભ પણ કુટુંબ સહિત પોતે ઘેર ગયા. પરંતુ દ્રઢબ ધનની પીડાને લીધે શરીરમાં રૂધિર ભરાઇ જવાથી સાતમા દિવસે આલાચના કર્યા શિવાય દુલ ભ મરણને વશ થયા. અને સંસાર ભ્રમણમાં અનેક દુઃખા સહન કરશે. તેમજ વિજય શ્રેષ્ઠી સમ્યકત્વાદિ શ્રાવકધમની આરાધના કરી સૌધર્મ દેવલાકમાં ઉત્પન્ન થયા. અને આ ભૂલેાકમાં ત્રીજે ભવે મોક્ષપદ પામશે.
इति तृतीयगुणव्रते चतुर्थांऽतिचा रविपाके दुर्लभकथानकं સમમમ્ ॥