________________
(૨૫૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર
કારણ કે જે રાગને લીધે મદિરાપાનથી મત્ત થયેલા મનુષ્યની માફક કાર્ય અને અકાર્યનું કંઈ પણ ભાન રહેતું નથી. એમ જાણે શ્રાવક જનેએ પ્રયત્ન પૂર્વક અસત્ય વચનને પણ ત્યાગ કરે. અને વાચાળપણાથી અગ્ય ભાષણ પણ કરવું નહીં. વળી વિવેકરહિત વચન બોલવાથી પાની માફક આ લોકમાં પણ બહુ દુ:ખી થવાય છે. તેમજ તેઓ પરકમાં જરૂર નરક ગતિ પામે છે. માટે વાચાળતાને ત્યાગ કરી હમેશાં મધુર અને યુક્તિ પૂર્વક નિરવદ્ય ભાષા બલવી, જેથી સંસાર સમુદ્ર સુખેથી તરી શકાય. ॥ इति तृतीयगुणवते मौखर्यातिचारविपाकेपद्मकथानकंसमाप्तम्॥
दुर्लभवणिकनीकथा.
ચતુર્થઅધિકરણાતિચાર. દાનવીર્ય રાજાએ ફરીથી પ્રશ્ન કર્યો. પરમ ઉપકારી એવા ભગવાન ? હવે ત્રીજા ગુણવતમાં ચે અતિચાર કેવી રીતે સમજ ? તેનું લક્ષણ દષ્ટાંત સહિત કહો. શ્રી સુપાર્શ્વ પ્રભુ બોલ્યા. હે ધરાધીશ? જે પ્રાણી ઘંટી, ખાણીઓ, સાંબેલું વિગેરે દૂષિત સાધને જથાબંધ ભેળાં કરી રાખે છે તે દુર્લભ વણિકની પેઠે નરકાદિ દુ:ખ ભેગવે છે. મુનિઓ અને જીનેંદ્રભગવાનની મૂર્તિઓ વડે બહુ પવિત્ર,
નિરતર મોટા ઉત્સવડે વ્યાકુલ અને દુર્લભવણિક પરચક્રના ઉપદ્રવથી રહિત, પાટલીપુર નામે
નગર છે. તેમાં છવકાયની રક્ષા કરવામાં તત્પર એ વિજય નામે શ્રેણી છે. તેમજ તેના નેત્રકમલને