________________
પદ્મવણિકનીકથા.
(૨૫૭) વયની એક સ્ત્રીને બોલાવી. રાજાના અલંકાર પહેરાવ્યા તેમજ યુતિપૂર્વક શિખામણ આપીને તેને નગરની બહાર ઉલ્લાનમાં રાખી. ત્યારબાદ રાજાને સમાચાર આપ્યા કે આજે દેવીને બોલાવવા માટે ઈદ્ર પાસે એક પુરૂષ મેક છે તે કાલે આવશે. બીજે દિવસે તે પુરૂષ રાજા પાસે જઈને બે હે રાજન ! આપને વધામણી આપું છું કે મહારાણું ઉધાનમાં પધાર્યા છે. તે સાંભળી રાજા બહુ ખુશી થયા અને પિતાના શરીર ધારણ કરેલાં આભૂષણે વર્યાપકને આપી દીધાં. પછી મહેટા આડંબર સાથે પરિજન સહિત રાજા તેના હામ ગયે. દેવીને જોઈ રાજાનું હૃદય હર્ષથી ભરાઈ ગયું. અને બોલ્યા હે મંત્રી ! અભુત રૂપની શોભાવડે દેવીને સ્વર્ગવાસ સત્ય થયે. પ્રથમ તો દેવીની આકૃતિ શ્યામ હતી, તેમજ કાન વિકરાલ, દાંત લાંબા અને વિષમ હતા, વળી મોટા ઓઠ અને નાક ચપટું હતું. પરંતુ હાલમાં તે સુંદર રૂઝવતી દેખાય છે. મંત્રીઓ બોલ્યા, રાજાધિરાજ? આમાં કોઈ પ્રકારની શાંતિ કરવી નહીં. સ્વર્ગમાં હમેશાં અમૃત રસનું ભોજન કરવાથી આ દેવી આવા રૂપવાળી થઈ છે. તેમજ પ્રસન્ન થયેલા સુરાધિપે દેવીનાં દરેક અંગ પણ સુંદર બનાવ્યાં છે. હે મહારાજ ? વળી આપના આગ્રહને લીધે દેવીને અહીં મોકલી છે. ત્યારબાદ રાજા પ્રસન્ન થઈ પિતાના ગજેંદ્રના અર્ધાસન ઉપર તે દેવીને બેસારી ભારે ઠાઠથી પિતાના મંદિરમાં આવ્યું. અને તે કમળશી સાથે બહુ પ્રેમને લીધે સોદિત વિષય ભેગ ભગવે છે. તેમજ સ્વર્ગ સંબધી વાર્તાઓ તેને પુછે છે. કમળશ્રી પણ મંત્રીના શિક્ષણ પ્રમાણે પ્રત્યુત્તર સારી રીતે આપે છે. અને સમય વ્યતીત કરે છે. માટે, હે ભવ્ય પ્રાણીઓ? વિષય રાગને સર્વથા ત્યાગ કરે.