________________
સિહવણિકનીકથા.
(ર ) सिंहवणिकूनीकथा. - દ્વિતીય કાતિચાર. દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે જગદગુરૂ! ત્રીજા ગુણ ગતમાં બીજા અતિચારનું સ્વરૂપ દ્રષ્ટાંત સહિત સાંભળવા મહારી ઈચ્છા છે તે આપ કૃપા કરીને અમને કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજન ! નેત્રાદિક અંગોના નાના પ્રકારના વિકાર સહિત જે ચેષ્ટા કરવી તેને કેકુચ કહેલું છે તે કકુયને વિટ પુરૂષાદિકની માફક જે પુરૂષ કરે છે તે સિંહવણિકની માફક બહુ દુઃખી થાય છે.
આ ભરતક્ષેત્રમાં બહુ પા (૫) – (પવિત્ર પુરૂષ પાંદડાં)વડે સુશોભિત, લક્ષમીનું સુંદર સ્થાનભૂત અને રાજહંસોથી વિરાજીત પદ્ધ સમાન પોતનપુર નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં કુબેર સમાન બહુ ધનાઢ્ય ધનદ નામે શ્રેણી રહે છે. સમશ્રી નામે તેની સ્ત્રી છે. સિંહ નામે તેને એક પુત્ર છે. અને જન્મથીજ સહદેવ નામે તેને એક મિત્ર છે. હવે એક દિવસ રમવા માટે સિંહ પિતાના મિત્ર સાથે રતિસાગર નામે ઉદ્યાનમાં ગયે. ત્યાં આગળ સુંદર લતામંડપમાં વિવિધ વિલાસપૂર્વક તે બન્ને જણ ક્રીડા કરતા હતા. તેવામાં ત્યાં મધુર ધ્વનિ તેઓના સાંભળવામાં આવ્યું. ત્યારબાદ તેઓ તે શબ્દના અનુસારે આગળ જતા હતા એવામાં એક સૂરિ મહારાજનાં દર્શન થયાં. વળી સૂરદ્રની આસપાસ બહુ મુનિઓ બેઠા હતા, તેથી તે તારામંડલ સહિત ચંદ્રમાનું અનુકરણ કરતા હતા. તેમજ ભવ્ય પ્રાણીઓને સ્વર્ગ અને મોક્ષમાર્ગને ઉપદેશ આપતા જાણે મૂર્તિમાનું ધર્મરાજા હેયને શું ? એવા તે સૂરીશ્વરને નમસ્કાર કરી મિત્ર સહિત સિંહકુમાર ત્યાં બેઠે. અને