________________
(૨૨)
શ્રીસુપાર્શ્વનાથથરિત્ર. શ્ચર્યા કરે છે. તેમજ મંત્રાદિક વિદ્યાઓને જપ કરે છે, તે પણ કેાઈ વિરલાઓને જ દેવતાઓ દર્શન આપે છે. ત્યારબાદ દેવ એ જે કે હારે કઈ પ્રકારની ઈચ્છા નથી તેપણ ત્વને આ એક દીવ્ય મણિ હું આપું છું. તેને તું કૃપા કરી સ્વીકાર કર. વળી આ મણિન પ્રભાવ એ છે કે, તેની સાથે ઘસેલા જળના સ્પર્શથી દરેક સર્પનું વિષ ઉતરી જાય છે. એમ કહી વિમલની ઈચછા નહોતી તે પણ બળાત્કારે હેના ઓઢવાના વસ્ત્ર સાથે તે મણિને બાંધીને તે દેવ હવમાં ગયે. અને શદની આગળ તેણે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. , ' વિમલશ્રેષ્ઠીએ પણ બમ પાડીને સહદેવ વિગેરે નાશી ગ
એલા સર્વે લેકોને પોતાની પાસે બોલાવ્યા. નગરમાં પ્રવેશ. તેઓ પણ તેને શબ્દ સાંભળી તેની પાસે
આવ્યા. અને પથિકનું વૃત્તાંત પૂછવા લાગ્યા. એટલે વિમલે વિસ્તારપૂર્વક પથિકની વાર્તા કહી. તેથી તેઓ બહુ ખુશી થયા. પછી તેઓએ ભક્તિવડે જીનેંદ્ર ભગવાનને વંદન કરી મુનિ મહારાજનાં દર્શન કર્યા બાદ પોતાના પરિવાર સહિત ભજન કર્યું. ત્યારબાદ ત્યાંથી મુકામ ઉઠાવી નગર તરફ ચાલ્યા, અને દરવાજામાં તેઓ પ્રવેશ કરતા હતા, તેટલામાં વાણીયાઓ પિતા પોતાની દુકાને બંધ કરી ઉતાવળથી તાળાં દેતા હતા, તેને ખડખડાટ તેઓના સાંભળવામાં આવ્યું. વળી એક તરફ સજજ કરેલા ઘોડાએ જોવામાં આવ્યા તેમજ અનેક સુભટેવડે સુશોભિત રથ અને ચારે તરફ ફરતા અને તૈયાર કરેલા હસ્તિઓ પણ તેઓને દેખાવા લાગ્યા. શસ્ત્રધારી અનેક સૈનિકે સહિત સેનાપતિ પણ પિતાને કાર્યક્રમ દર્શાવી રહ્યો હતે. તે જઈ વિમલે કેઈક નગરવાસીને પૂછયું. ભાઈ! અહીં શું છે? આ સર્વે લેકે નગરની અંદર શામાટે ખળભળી ઉઠશ્ય છે