________________
(૨૨૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર જેમકે-હે ભવ્યાત્માઓ! દયા જેમાં મુખ્ય હોય તે ધર્મ કહેવાય, તેમજ જેની અંદર અઢાર દેષ ન હોય તે દેવ અને તેમાં કુશળતા જેમણે મેળવી હોય તે સદગુરૂ કહેવાય. આ ત્રણ રત્નને જ શિવમાર્ગ કહ્યા છે. દરેક ઠેકાણે ધર્મ એવા નામાક્ષરેને સર્વ મનુષ્ય સાંભળે છે, પરંતુ તેમાંથી કોઈકજ આત્માથી પ્રાણુ પરમાર્થ જાણે છે. વળી દુર્ગતિ રૂપ નગરમાં પ્રયાણ કરતા સમગ્ર પ્રાણીઓને અટકાવીને શુભ સ્થાનમાં લઈ જાય તે ધર્મ કહેવાય. તેમજ જેનું સેવન કરવાથી સમસ્ત જીવાત્માઓ સ્વર્ગ અને મોક્ષનું સુખ મેળવી શકે તે ધર્મ કહેવાય. વળી ભિન્ન ભિન્ન શાસ્ત્રોને લીધે દર્શનકારોએ વિવિધ પ્રકારનું ધર્મ સ્વરૂપ કહ્યું છે. પરંતુ પૂર્વાપર વિધ રહિત જે હોય તે ધર્મ મુખ્યતાએ બુદ્ધિમાન પુરૂષએ ગ્રહણ કર. વળી ગામાંતર જતા પુરૂષને ગામાંતર જવાના બહુ રસ્તાઓ આવે છે પણ તે અન્ય માર્ગોને ત્યાગ કરી જેમ સુગમમાગે જાય છે. તેમ બુદ્ધિમામ્ પુરૂષ બહુ પ્રકારના ધર્મો હોવા છતાં પણ મોક્ષનગરના હેતુરૂપ ધર્મને સ્વીકારે છે. જેમ બુદ્ધિહીન મુગલાઓ તૃષાને લીધે ક્ષાર ભૂમિમાં જલ બુદ્ધિ માને છે, તેમ અવિવેકી પ્રાણી અધર્મમાં પણ બુદ્ધિ માને છે. વળી જે પ્રાણીનાં નેત્ર વિવેકરૂપ અંજનથી પ્રકૃદ્ધિ થાય છે તે પુરૂષ પૂર્વાપર વિચાર કરી સદ્ધર્મને ગ્રહણ કરે છે. જેમ જીવરહિત દેહ કાર્ય સાધી શકતું નથી તેમ સર્વોત્તમ દયાવિના ધર્મની સિદ્ધિ થતી નથી વળી તે દયા જૈન ધર્મમાં જ રહેલી છે. એમ જાણું તમે જૈન ધર્મનું જ આચરણ કરે. અને તેજ પ્રમાણે ધર્મનું સ્વરૂપ હું કહું છું તે તમે સાવધાન થઈ શ્રવણ કરો. રાગ દ્વેષથી ઉત્પન્ન થએલા એવા સમગ્ર સાંસારિક દેષથી મુક્ત થયેલા અને ચેત્રીશ અતિશય વડે વિભૂષિત એવા જીતેંદ્ર ભગવાન છે. તેમજ ત્રણ ગૈરવને