________________
વિમલનીકળ્યા.
(૨૭) માટે જે શસ્ત્ર, અગ્નિ, મુશલ (સાંબેલું) વગેરે ઘાતક વસ્તુઓ અન્યને આપવી અથવા અપાવવી તેને અનર્થદંડ નામે ત્રીજું ગુણવ્રત કહ્યું છે. તેમજ જે પ્રાણું જૈનમતમાં રકત થઈ ત્રીજું ગુણવ્રત અતિચાર રહિત પાળે છે તે વિમલ શ્રાવકની માફક સ્વર્ગ અને મોક્ષનાં સુખ મેળવે છે. આ ભરત ક્ષેત્રમાં સુમન (પંડિત-પુપ) થી ઉદ્ઘસાય
માન તેમજ અનેક પ્રકારના વિલાસોની વિમલદષ્ટાંત, શોભા જેમાં રહેલી છે, અને બહુ વિસ્તાર
વાળા શાલ (કિલ્લે-વૃક્ષો) વડે સુશોભિત નંદનવન સમાન કુશલસ્થલ નામે નગર છે. તેમાં ભૂમંડલને આનંદ દાયક કુવલયચંદ્ર નામે શ્રેણી છે. શીલગુણસંપન્ન એવી આનંદશ્રી નામે તેની સ્ત્રી છે. તેને વિમલ અને સહદેવ નામે બે પુત્ર થયા. તેમાં વિમલ બહુ ગુણવાનું હતું અને સહદેવ દુરાચારી હતું. પરંતુ તેઓને પરસ્પર બહુ પ્રીતિ હતી. તેથી બને રમવા માટે સાથે જાય છે, અને ભણવા પણ સાથે જ જાય છે. તેમજ વેપાર વિગેરે દરેક કાર્યો સાથે જ કરે છે. એક દિવસ બન્ને ભાઈઓ રથમાં બેસી ઉદ્યાનમાં ગયા,
અને ફલ પુતેઓ વણતા હતા, તેવામાં મુનિદર્શન. ત્યાં આંબાની નીચે બેઠેલા રતિના વિરહથી
- કુશ થયું છે શરીર જેનું એવા કામદેવ સમાન એક મુનીંદ્રને તેમણે જોયા. ત્યારબાદ તેમનું દર્શન કરી બહુ આનંદ માનતા એવા તે બન્ને જણ મુનીંદ્રના ચરણ કમલમાં વંદન કરી નીચે બેઠા. મુનિએ પણ ધ્યાનની સમાપ્તિ થયા બાદ ધર્મ લાભ આપે. વળી જે મગના ઓસામણને લાયક હોય તેઓને મિષ્ટાન્ન આહાર હિતકારી થતું નથી. એમ જાણી મુનિએ તેમને લાયક ધર્મ દેશના પ્રારંભ કર્યો,