________________
દત્તશ્રેષ્ઠોનોકયા.
( ૨૧૩ )
જાણે તેવી રીતે તેને કઇંક અલંકારાદિક આપ્યા કરતી હતી. તે વાત કાઇના કહેવાથી ધન શ્રેષ્ઠોના જાણવામાં આવી. તેથી તેણે પેાતાની સ્ત્રીને બહુ ધિક્કાર આપી જુદા ઘરમાં રાખીને તેને નિર્વાહ જેટલું જ અન્ન આપવા લાગ્યા. તેવામાં એક દિવસ ક્ષુદ્ર બુદ્ધિવાળા સુદન બહુ ધન હારી ગયા. તેથી જુગારી લેાકેાએ વ્હેને પકડીને બંદીખાને પૂર્યાં. તે વાત તેની માતાને કેઈએ કહી. તેથી તે ભૂખી, તરસી, અને રૂદન કરતી ઉતાવળથી તે ધૂતકારાની પાસે ગઈ, અને પુરસ્કૃત-આગેવાનાને તેણીએ પૂછ્યું, કે કેટલું ધન આપવાથી તે છૂટી શકશે ? તેણે કહ્યું, હું શેઠાણી ! લાખ સેાનૈયા આપતા અમે તમ્હારા પુત્રને છેડી દઇએ. ત્યારે શેઠાણીએ કહ્યું કે, તેટલુ ધન તેા શેઠના ઘરમાં પણ મળવું મુશ્કેલ છે. વળી હાલમાં તેા. તેમને ભાજન પણ મુશ્કેલ થઈ પડયું છે. માટે તેના બદલામાં મ્હને રાખી તમે એને છુટા કરે. એમ શેઠાણીના કહેવાથી પુરસ્કૃતે તેને રાખીને સુદર્શનને મુકત કર્યાં. ત્યાંથી જતી વખતે સુદર્શન પોતાની માની પહેરેલી સાડી ખેંચી લઇ ચાલતા થયા. તેથી પુરસ્કૃતને લજ્જા આવવાથી તેણે બીજી સાડી શેઠાણીને વ્હેરવા માટે આપી. ફરીથી સુદન તે સાડી મૂકીને જુગાર રમ્યા, અને તેમાં પણ તે હારી ગયા. હવે શેઠાણી પુરસ્કૃતને ત્યાં દાસીની માફક કામકાજ કરે છે. તે વાત ફાઇના કહેવાથી શેઠના જાણવામાં આવી, એટલે તેમના હૃદયમાં બહુ પશ્ચાત્તાપ થયા અને વચારમાં પડ્યા કે, પુત્ર ઉત્પન્ન થવાથી પ્રથમ તેા માતાના યાવનને હરે છે. ત્યારબાદ નામાદિક સ ંસ્કારામાં પિતાની લક્ષ્મીના વ્યય કરાવે છે, અનુક્રમે
મ્હાટ થાય ત્યારે ભાજન અને પાન વિગેરે કાર્યો વડે ધનના ઉપયાગ કરે છે. તેમજ પિતાનાં જે જે સુખસાધન હોય છે તે આને પણ પેાતેજ ગ્રહણ કરે છે. વળી તરૂણ અવસ્થાના મદને