________________
( ૧૯૬ )
શ્રીસુપાક્ષ નાચરિત્ર
પશુ નિષ્કુલ થયાં. હવે શું કરવું ? એટલામાં તે વિધાધરી પણ પાતાના માતપિતાની સાથે ત્યાં આવી મને પુછવા લાગી કે, આપના કુમાર કયાં ગયા ? રાજા ખેલ્યા, કાઇક વિદ્યાધર હસ્તીનું સ્વરૂપ ધારણ કરીને અમારા કુમારને લઇ ગયે. વિદ્યાધરી સમજી ગઈ કે આ કાર્ય તે દુષ્ટ ખેચરનુ જ છે, તેથી તેનુ સર્વ વૃત્તાંત તેણીએ પેાતાના પિતાની આગળ કહ્યુ. ત્યારબાદતે વિદ્યાધરે રાજાને ધીરજ આપી કહ્યું કે, સાત દિવસની અંદર તમ્હારા પુત્રને હું જરૂર લાવી આપીશ. હવે તમ્હારે કિંચિત્માત્ર પણ ખેદ કરવા નહીં. અને સુખેથી તમે પોતાના સ્થાનમાં પધારો. એમ સાંભળી રાજા પણ ગુણચંદ્ર પાસે વિલાસવતીને તૈય ધારણ કરાવી ઘર તરફ ચાલ્યે. તેમજ વિદ્યાધર પણુ કુમારની શેાધ કરવા માટે પ્રવૃત્ત થયા. હવે તે દુષ્ટ ખેચર સમુદ્રદ્વીપમાં તે કુમારને ફેંકી દઇને વૈતાઢ્ય પર્વતમાં જઇ પરણવાની સામગ્રી તૈયાર કરતા હતા.
.
હવે કુમાર પાતે દ્વીપની અંદર કરતા હતા તેવામાં ત્યાં વનદેવતા સમાન મનેાહર આકૃતિવાળી એક નકશ્રીના સ્ત્રી તેના જોવામાં આવી. કુમારે પૂછ્યું, સમાગમ. તુ કાણુ છે? મને અહીં શા માટે આવી છે ? બહુ ઉષ્ણુ નિ:શ્વાસ મૂકતી તે ખાલી, જેણે મ્હને નિર્માણ કરી પ્રસિદ્ધ કુલમાં જન્મ આપી અત્યંત દુઃખથી ઘેરાયેલી અહી. આણી છે એવા તે દેવને પૂછે ! એમ કહી તે રૂદન કરવા લાગી, એટલે કુમારે તેને શાંતિ આપીને કહ્યું કે, હવે ત્યારે ખેદ કરવાનુ કંઇ કારણ નથી તું દેવગતિને વિચાર કર ? ઉંચા હૈાય તે નીચા થાય છે અને નીચાના ઉંચ પણ થાય છે. ધનાઢ્ય દરિદ્રી અને દર્દી ધનવાન, રાજાએ રક અને રકના રાજાએ પણ થાય છે. તે સર્વ કર્મ નાજ પ્રભાવ છે.