________________
(૧૪)
શ્રીસુખર્ષનાથચરિત્ર. લાંબી છે શાખાઓ જેની, એ એક મહટે વૃક્ષ તેઓના જેવામાં આવ્યું. પછી તેની નીચે ગાઢ છાયામાં વિલાસવતી સહિત કુમાર બેઠો અને આનંદપુર્વક તેની શોભા જેતે હતું, તેટલામાં ખટ્વાંગ ર્શિવના આયુધથી વિભૂષિત છે હસ્ત જેને, વળી ઉન્નત જટાવડે સુશોભિત છે મસ્તક જેનું, તેમજ પ્રગટ કર્યો છે ઘંટ તથા ઝાંઝરને નાદ જેણે, જેના હાથમાં ભિક્ષાપાત્ર ધારણ કરેલું છે, પ્રાણીઓને જાણે પ્રલયકાલ આવ્ય હેયને શું ? એમ ડમડમ વાગતા ડમરૂના નાદથી અતિ ભયંકર દેખાવ આપતે અને મનમેહક આકૃતિવાળે એક મહાવ્રતી આકાશમાંથી એકદમ ત્યાં આવ્યું. કુમારને જે ચિત્રામણની માફક સ્તબ્ધ થઈ તે કંઈ પણ બોલી શક્યો નહીં. ત્યારે કુમારે વિલાસવતીને કહ્યું કે, હે સ્ત્રી ! આ પુરૂષ નથી પણ સ્ત્રી છે. વિલાસવતી બોલી, હે નાથ ! પુરૂષનું સ્વરૂપ સાક્ષાત દેખાય છે અને સ્ત્રીને આકાર બીલકુલ દેખાતે નથી છતાં આ સ્ત્રી છે એમ તમે શાથી કહે છે? કુમાર બે , હે સુંદરી! તું એની ચેષ્ટા જે. વક્ર દ્રષ્ટિથી જુએ છે. વળી મહારા સ્વામું જોઈ શરીર વેદ જલ વહન કરે છે, તેમજ શરીર રોમાંચિત થઈ ગયું છે. પગના અંગુઠાવડે પૃથ્વી ખોતરે છે. તે ઉપરથી આ સ્ત્રી છે એમાં કોઈ પ્રકારે સંદેહ નથી. વિદ્યા સાધવા માટે આ સ્ત્રીએ પુરૂષને વેશ ધારણ કર્યો છે. કારણકે વિદ્યાઓ અનેક પ્રકારની હોય છે અને તેઓને સિદ્ધ કરવાના ઉપાય પણ બહુ પ્રકારના હોય છે. એમ કુમાર બલતે હતે તેટલામાં તે વિદ્યા તેને સિદ્ધ થઈ ગઈ. તેથી તેણે કાપાલિકનો વેશ છેડી દઈ સ્ત્રી રૂપ ધારણ કરી કહ્યું કે, હે કુમાર! આપના દર્શનથી ઘણા દિવસે આજે હારી વિદ્યા સિદ્ધ થઈ એમાં કંઈ આશ્ચર્ય નથી. કારણકે કલ્પવૃક્ષની માફક સત્યરૂષના દર્શનથી દરેક કાર્ય સિદ્ધ થાય છે. વળી તે કુમારે! આ હારે