________________
વિશ્વસેનનીકળ્યા.
(૧૯૩) ઉચિત ગણાય નહીં. કદાચિત્ અતિ પ્રચંડ વિષધારી સપના મુખમાં હસ્ત ફેંકે, સહસા હળાહળ વિષપાન કરવું, તત્કાલ પ્રસવેલી વાઘણના સ્તનમાંથી દૂધ પીવું, રહામા પવનથી પ્રજ્વલિત અગ્નિની નજીકમાં શયન કરવું, મઘર વિગેરે પ્રાણીઓથી વ્યા કુલ એવા સમુદ્રમાં સંતેષપુર્વક પ્રવેશ કરે, તેમજ તીણ નથી અતિ ભયંકર રીંછવિગેરે ઘાતક પ્રાણીઓની સાથે આલિંગન કરવું, તે સર્વ શ્રેષ્ઠ ગણાય, પરંતુ ક્ષણ માત્ર પણ ધર્મમાં પ્રમાદ કરો તે યોગ્ય ગણાય નહીં. કારણ કે તે પ્રમાદ દરેક જન્મમાં દુસહ દુ:ખ આપવામાં અતિ પ્રચંડ છે. આ પ્રમાણે અમૃત સમાન આનંદદાયક કુમારની વાણી સાંભળી તે બન્ને જણાએ અતિચારના આચરણથી લજજા પામ્યા. - અન્યદા વસંતસમયમાં વિલાસવતી કુમારને કહેવા લાગી
કે, હે પ્રિય ! હાલમાં તમે ક્રીડા રસથી વસંતકીડા. પરાહમુખ થયા છે, પરંતુ હવે તે વાતને
બહુ શોખ છે. માટે હમે નંદનવનમાં હારી સાથે ક્રીડા કરવા ચાલે ત્યાં જઈ કેળ, ઈલાયચી અને લવિંગ વિગેરે લતાઓના મંડપમાં આપણ કીડા રસનું પાન કરીએ. કુમાર બોલ્ય, હે મેગાપ્તિ ! આ કાર્ય કરવું આપણને ઉચિત નથી, પરંતુ હારા આગ્રહને લીધે મહારે આવવું પડશે. એમ કહી તેણની સાથે તે ચાલે. અને નંદનઉદ્યાનમાં ગયે. પ્રથમ ઇનમંદિરમાં જઈ ભક્તિભાવ યુક્ત અને ભગવાનની પુજા કરી. પછી
સ્તુતિ કરી ત્યાંથી બહાર નીકળે. ત્યારબાદ મધુર ગુંજારવ કરતા ભમરા તેમજ કેયલના નાદથી વાચાલિત ગંભીર વૃક્ષની વટાવાળા વનમાં તેમણે પ્રવેશ કર્યો. ત્યાં આગળ સુંદર પુષ્પો વડે. કલ્પવૃક્ષના ગર્વને હરણ કરનાર, તેમજ બહુ સરલ અને