________________
(૮૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. ઓને પૂર્વોક્ત ઉપદેશ છે. વળી હે દાનવિર્ય! જે શ્રાવક સદા કાલ સચિત્ત આહારનો ત્યાગ કરે છે. તે વિશ્વસેન કુમારની માફક અનુક્રમે મિક્ષ લક્ષમી પામે છે. જેમકે- આ ભરતક્ષેત્રમાં નંદનવનની માફક મહેટા શાલ (વૃક્ષ
કીલ્લા ) વડે સુશોભિત અને હસ્તિના પુરંદરરાજા, મુખની માફક અનેક પ્રકારનાં રન અથવા
રચના વડે મનહર ભેગપુર નામે સુખસિદ્ધ નગર છે. તેમાં ચંદ્ર સમાન ઉજવલ કીર્તિ વડે વિભૂષિત વિબુધદેવ (પંડિત)ને બહુ પ્રિય અને વજ (રત્ન રેખા) વડે પવિત્ર છે હસ્ત કમલ જેને એવા ઇંદ્રસમાન ઉદ્ધત વૈરીઓને શાંત કરનાર પુરંદર નામે રાજા હતા. રૂપમાં રતિ સમાન, વિલાસનું કુલભવન, શીલ ગુણમાં અગ્રેસર અને સ્વભાવથી સરલ,વિશ્વમવતી નામે તેની સ્ત્રી હતી. તેમજ ગુણે વડે સર્વત્ર વિખ્યાત અને ઉજવલ ગુણેને મુખ્ય આધાર, કુમારોમાં હસ્તિ સમાન, કાંતિમાં ગંધહસ્તિ સમાન વિશ્વસેન કુમાર નામે તેઓને એક પુત્ર હતે. તેમજ ગુણચંદ્ર અને સેમચંદ્ર નામે છે તે કુમારના મિત્ર હતા. એક દિવસ વિશ્વસેન કુમાર બન્ને મિત્ર સાથે ફરવા માટે
મલયાચળના શિખર ઉપર ગયે ત્યાં વિશ્વસેન આગળ સુંદર શણગાર સજી ઉભેલી એક કુમાર યુવતિ તેના જેવામાં આવી. જેણીના હાથમાં
પાકેલી આમ્રફળની લુંબ પકડેલી હતી. તેના નિતંબની શોભા વિશાળ દિપતી હતી અને મુખની કાંતિપૂર્ણ ચંદ્રને અનુસરતી હતી, તેમજ ઉત્સાહને લીધે ઉલાસ પામતા પંચમસ્વરના મહર નાદવડે વિરહસૂચક મનેહરગાયને ગાતી હતી. અને જેણીનાં અંગ વિરહાગ્નિથી તપેલાં દેખાતાં હતાં. વળી મૃગના વિયેગથી મૃગલીની માફક તેમજ પ્રિયના વિયેગથી ચક્રવાકીની