________________
પ્રસ્તાવના.
જેના નિર્મળ સંયમે જગતમાં જ્યોતિ પ્રસારી અહા ! કીર્તિકાનન કેશરી પ્રખરને વિદ્વાન જ્ઞાની મહા ! જેની લેખીનીએ લખ્યા અણમુલા ગ્રથો સુજ્ઞાને ભર્યા ! જ્ઞાની ! અંતર સદ્દગુરૂ નિવસ શ્રી બુદ્ધિસાગર સદા !
પાદરાકર.
''
સૌંદર્ય વિભૂષિત, સાહિત્ય સાગરના તરલ તરંગ ઉછાળનાર પદલાલિત્યના પરમ પ્રેમભર્યા પરાગ પરિમલથી વિશ્વને વિમુધ બનાવી દેનાર, ભવ્ય જનોને રસભર કથામૃતના પાન સાથેજ સજ્ઞાનની ગુટિકાનું સેવન કરાવનાર, શ્રી અભયદેવસૂરિના પ્રશિષ્ય શ્રી લક્ષ્મ
| ગણિજી વિરચિત શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રના સરળ. અને સુન્દર અનુવાદના પ્રથમ વિભાગની પ્રસ્તાવના છ માસપર જ્યારે મેં લખી ત્યારે કલ્પનાયે ન હતી કે બીજો ભાગ પણ પ્રસ્તાવના માટે મારી પાસે આવશે. વ્યવસાયી અને સાહિત્ય સેવાના છંદવાળો હુંજ આ પુસ્તક પ્રકાશનના વિલંબનો કારણભૂત બન્યો ? ભાવનગર ગુર્જર સાહિત્ય પરિષદ્. પછી તુર્તજ જૈન સાહિત્ય પરિષદ્ ભરવાના કાર્યમાં ડૂબેલે અને તત્પશ્ચાત તેનો રિપોર્ટ તૈયાર કરવામાં ગુંથાયેલ મને આચાર્ય શ્રી અજીતસાગર સુરિજીએ ઘણે ટેક્યો છતાં ઉતાવળે હું નજ આ કામ ઉકેલી શક્યો અને તેથી આજે મેડો મોડોયે વાંચકના કરકમળમાં આવું છું. આવી સુન્દર કૃતિના રસમંદિર પર-મહારે મારું કથનટાંકણું મૃદુતાથીજ ફેરવવું પડે–તેમાં અવનવા રંગે પૂરવા મારી પીંછી આસ્તેથીજ ચલાવવી પડે એ જ્ઞાત છેજ-કે રખેને હું મૂળ વસ્તુને વિરૂપન કરી બેસે.