________________
ભગોપની કથા.
(૧૩૯) કારણ કે તે બન્ને જણાએ પરિગ્રહને નિયમ લીધે તે વખતે પશુએની થેડી સંખ્યા લીધેલી હતી. તેથી દરેક વર્ષે પ્રસવ થવાથી પશુઓની સંખ્યા નિયમથી અધિક થાય તે અતીચાર લાગે એમ જાણી વલ્લભ મૂળ પરિણામની સંખ્યા રાખીને વધારેનાં પશુઓ વેચીને નિયમની મર્યાદા બરોબર રાખતું હતું. તેમજ હભે પિતાની ગાયની મૂળ સંખ્યા પૂર્ણ થઈ એટલે નિયમને સમય પૂર્ણ થાય ત્યારબાદ તેઓને ગર્ભ રહે તેવી યુક્તિ કરી. તે જોઈ વલ્લભરાજ બલ્ય રે મૂઢ? આ પ્રમાણે વિરાધના કરવાથી પાંચમા વ્રતને અતિચાર તને બહુ દુઃખદાયી થશે. એમ સાંભળી દુર્લભ બે-મોં ગુરૂ પાસે પશુઓની જેટલી સંખ્યા લીધી છે તેટલી જ સંખ્યા હાલમાં પણ છે. મહે કંઈ પણ અધિક ખરીદ કર્યું નથી કે જેથી અતીચાર લાગે. પોતાની મેળે જ પશુઓ મૈથુન સંજ્ઞાથી ઉત્પન્ન થાય છે એમાં મહારે શો દેષ ? એવાં તેનાં વચન સાંભળી લેકે તેનું ઉપહાસ કરે છે. વળી વલ્લભરાજ ગુરૂના કહ્યા પ્રમાણે સાવધાન થઈ વ્રત પાલન કરતે હતા. એ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી કેટલાક સમયે તે બન્ને જણ મરણ પામ્યા. તેમાં વલ્લભરાજ ધર્મના પ્રભાવથી પ્રથમ દેવલેકમાં અને દુર્લભરાજ અતીચાર સેવવાથા ગાંધર્વ લેકમાં ઉત્પન્ન થયે. ત્યારબાર તેઓ બન્ને જણ પૂર્વભવનું સ્મરણ થવાથી
હારી પાસે પ્રગટ થયા. તેમાંથી પ્રથમ દેવે તહારી આગળ અપ્સરાઓ સાથે નૃત્ય મહોત્સવ કરીને પોતાના સત્ય નિયમનું ફલ પ્રકટ કરી બતાવ્યું, વળી વ્રતને કલંકિત કરનાર આ બીજા તિબષીક દેવે ગાયને વિદાય કરી તમારા બધને માટે ગોપીઓ સાથે ગાયન કર્યું. એમ તેઓનું ચરિત્ર કહી સૂરીશ્વર મન રહ્યા.
ત્યારબાદ ગંધર્વ દેવ છે કે એક ગુરૂ પાસે અમે બન્ને