________________
દુર્લભગોપની કથા.
(૧૩૭) વડે માર્ગમાં ગમન કરનાર ઉપહાસ્ય કે સ્તુતિ કરનારા પ્રાણીઓ ઉપર સમાનભાવે વર્તવાવાળા દરિદ્ર અને નરેંદ્રને સમાન ગણતા, સર્વ ગણધરોમાં ઉત્તમ પદ પામેલા, જેમના ઘેર્યની ઉપમા મળવી અશક્ય છે, દદ્ધર ચારિત્ર રૂપી ભાર જેમણે વહન કર્યો છે અને ભારત રાજાના વંશમાં વિશાલ ધ્વજ સમાન, તેમજ ત્રણલેકરૂપી વંશમાં મણિ સમાન એવા આદિનાથ ભગવાનને અમે નમીએ છીએ. એ પ્રમાણે નુત્યની સમાપ્તિ થયા બાદ રાજાએ મુનીશ્વરને પૂછ્યું કે આ દેવતાઓનું જોડલું અહીં શા માટે આવ્યું છે તેમજ વાલણીઓને વેષ હેરી આ દેવ ગોપીકાઓની મધ્યે નૃત્ય કરે છે, ગાય છે અને સ્તુતિ કરે છે. વળી બીજે દેવ પિતાના વેજ અપ્સરાઓની અંદરનાચે છે. અને અનેક રચનાવડે ગાયન કરે છે તેનું શું કારણ? ત્યાર બાદ ગુરૂએ બને દેવના પૂર્વભવની વાત કહેવાને પ્રારંભ કર્યો. આ ભરતક્ષેત્રમાં વિનયવાન એવા સજજનના દેહ સમાન
- નર્મદા નદીથી વિભૂષિત વિધ્ય નામે દેવને પુર્વભવ. પર્વત છે. તેની નજીકમાં યમરાજાની
નગરી સમાન યમપલ્લી નામે નગરી છે. તેમાં દુર્લભ અને વલ્લભ નામે બે ગેવાળીયા રહેતા હતા. બન્ને જણ ગાયે વિગેરે બહુ વૈભવડે પરિપૂર્ણ હતા. વળી તેઓ એક બીજા ઉપર બહુ સ્નેહ રાખતા હતા, બહુ ગેપ અને ગેપીએના પરિવારથી સંપન્ન હતા. નિરંતર તેઓ જળ અને લીલા ઘાસવાળા પર્વતના લત્તાગૃહોમાં ગાયે ચરાવતા હતા. અમદાઓની વેણ સમાન વિણાના મધુર સ્વરના ઉલ્લાસ સહિત રાસના ગાયનેવડે પ્રમુદિત થઈ તે દિવસ રાત્રી નિર્ગમન કરતા હતા. તેમજ શરણાઈઓના નાદવડે દિગતને ગજાવતા હતા.
કોઈક સાર્થવાહનની પ્રેરણાથી મહા કષ્ટવડે અમે તે