________________
ભરતશ્રેણીની કથા.
(૧૨૩) પ્રમાણે ચાલતું હતું તેથી. કેઈક વખતે એવા ગુનામાં આવી પડ્યો કે જેથી રાજાએ તેને બહુ અપરાધ જાણે એ દંડ કર્યો. કે જેથી ભેજન માત્ર પણ તેને દુર્લભ થઈ પડયું.
રસ વણિકની કીર્તિ તથા ધન સંપત્તિ ધર્મને હમેશાં વધવા લાગી. જેમ જેમ વૈભવ ચમત્કાર વધવા લાગે તેમ તેમ ધર્મમાં અધિક
દ્રવ્ય વાપરવા લાગ્યા. તેવામાં એક ખલ પુરૂષે ઈષ્યને લીધે રાજાને ચાડી કરી કે આ રસ વણિક બહુ ધનાઢય છે. માટે એની પાસેથી દ્રવ્ય લેવું જોઈએ. એ વાત સાંભળી રાજાએ તરતજ રસને લાવી તેને એકાંતમાં કહ્યું કે હાલમાં અમારે ખજાને ખુટી ગયો છે. માટે એક લાખ રૂપીઆ મને આપે, તેણે યુક્તિ પૂર્વક જવાબ આપે કે હારે ઘેર જે કંઈ સંપત્તિ છે તે આપની જ છે. આપને જોઈએ તેટલું ધન સુખેથી આપ ગ્રહણ કરે. જે કે અહારા પ્રાણ પણ આપના આધીન છે. તે અનેક અનર્થ જનક એવા આ દ્રવ્યને તે હિસાબ જ શું છે? પછી રાજાએ ધન લેવા માટે મંત્રીને તેના ઘેર મેક. તેવામાં શાસન દેવીએ રભસના નેહથી તેના ઘરમાં જે દ્રવ્ય હતું તે સર્વ ગુપ્ત કર્યું. મંત્રી પણ ત્યાં ગયો અને તેનું ઘર જપ્ત કરી મંજુષા, પેટી પટારા વિગેરેમાં બહુ તપાસ કરીને જોયું. પરંતુ કોઈ ઠેકાણે કિંચિત્ માત્ર પશુધન જેવામાં આવ્યું નહીં. ત્યારબાદ મંત્રીએ તેના મનુષ્યને બહુ દાબથી પૂછયું કે રસ શ્રેષ્ઠી બહુ ધનવાન ગણાય છે છતાં કેમ કંઈ દેખાતું નથી ? તેઓ બેલ્યા અત્યાર સુધી દરેક પેટીઓ ધનથી ભરેલી હતી. છતાં હાલમાં શું થયું તે સમજાતું નથી. તે સાંભળી મંત્રી વિસ્મય પામ્યું અને તે વાત જણાવવા માટે પોતાના માણસને રાજા પાસે મોકલ્યો. તેના કહેવાથી રાજા પણ ચક્તિ થઈ એકદમ રસસ