________________
૧૭
ભુતકાળના ગત વૈભવા અને જૈનધમ પ્રચારની સ્થિતિ પ્રતિપાદન કરે છે. અહુ ધનાઢય એવા સેનશ્રેષ્ઠિની કમલની માલા સમાન સર્વગુણ સંપન્ન એવી કુવલયમાલા નામે પત્ની છે. આ નામ કેવુ સુન્દર છે ? . તેમને ત્રણ પુત્રા હિર, હર, બ્રહ્મા. તે સુવ સમાન કાંતિવાળા, સર્વ કલાઓના પારગામી અને નીતિશાસ્ત્રના નિધાન રૂપ હતા. તંદુરસ્ત અને ખાનદાન ઓલાદનાં સંતાનની કાંતિ સુવર્ણ સમાન હોય, સર્વ કલાઓના પારગામી ( ખી. એ, એલ, એલ, ખી કે એમ એ થાય તેજ વિદ્વાન અગર ક્લાધરા ગણાતા આ જમાનામાં કલાધરા ૬૪ કે ૭૨ કલાઓના પારગામી હશે ? ) અને નીતિશાસ્ત્રના નિધાન હેાય એમાં શી નવાઇ ?
આ કથામાં સેન શ્રેષ્ઠિની વ્રત પ્રતિપાલનની તિવ્ર અભિલાષા પૂર્વકની પ્રવૃત્તિ નિઃસ્વાર્થ અને સતાષવૃત્તિ, તથા વ્યંતર. સ્હાય છતાં રાજપ્રતિ વફાદારી અનુકરણીય છે. આમાં સેન ત્રેષ્ટિ રાજાની મદદથી રાજાનુ તથા વ્યંતરની મદદથી પાતે મેળવેલુ અનર્ગળ દ્રવ્ય સાતે ક્ષેત્રામાં વાપરી દીક્ષા લઇ કર્માં ખપાવી અંતે તે સિદ્ધિ પદ વરે છે. સતાષ રૂપી રસાયનનુ પાન એ આદર્શો આ કથામાં છે,
તપશ્ચાત્ પ્રભુ દાનવીર રાજાને તેમની અતિ વિનીત વિનતીથી પ્રથમ ક્ષેત્ર વસ્તુ પરિમાણતિક્રમાતિચાર પર નવધન શેઠની સુન્દર કથા વિસ્તારથી કહે છે.
દ્વિતીય રૌખ સુવર્ણ પરિમાણાતિક્રમાતિચાર પર ભરતશ્રેષ્ઠિની કથા બહુજ સુંદર રીતે સંભળાવી છે. જે પુરૂષ નરેદ્રાદિકની સ્હાય મેળવીને પરિગૃહીત નિયમથી વધારે દ્રવ્ય મેળવીને પછી તે દ્રવ્ય પોતાના મિત્રા વિગેરેને વહેંચી આપે છે તે દ્રવ્ય વિરતિનું વ્રત ખંડન કરે છે. આ ઉપર ભરત શ્રેષ્ઠિની કથા અતિશય મનન શીલ છે—આદરણીય છે.
ધાન્યખેટ નગરના માનવરાજ નામના નૃપતિના રાજ્યમાં શખશ્રેષ્ઠિને ક્ષેમિકા નામ પત્ની તથા ભરત અને રત્ન નામે બે પુત્રા હતા. સૌ કુટુંબ સ ંપીલું અને પરસ્પર સ્નેહભાવથી વનાર હતુ.
ઉદ્યાનમાં વિજયસૂરિ ગણિ પધારેલા. ત્યાં ક્રિડા અર્થે ગયેલા
ચાર જ્ઞાન સહિત ક્ષમાના સાગર સમાન બેઉ બધુઓએ તેમને જોયા-ભક્તિપૂર્વક