________________
(૭૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ગુણસુંદરી અને રાજા સર્વે મુનિ પાસે ગયાં. વંદન કરી તેઓ નીચે બેઠાં, મુનિએ ધમાલાભ આપી ધર્મદેશનાનો પ્રારંભ કર્યો. પ્રાર્થનાપૂર્વક રાજાએ મુનીંદ્રને જણાવ્યું કે, રાજ્યની સ્થિર વ્યવસ્થા કરી હાલ હું આપના ચરણમાં રહેવા ઈચ્છું છું. મુનદ્ર બેલ્યા, હે નરેંદ્ર ! ધર્મકાર્યમાં નિરૂધમી ન થવું. જેમ બને તેમ શીવ્રતા કરવી. ત્યારબાદ વંદન કરી રાજા પોતાના સ્થાનમાં ગયે, પ્રધાને સાથે વિચાર કરી પુત્ર નહીં હોવાથી પિતાના જમાઈ પુણ્ય પાળને રાજ્યમાં સ્થાપન કરી વિધિપૂર્વક દીક્ષા લીધી. ત્યારબાદ પુયપાળ રાજા બહુ સમય સુધી નીતિથી રાજ્ય ચલાવી જૈન ધર્મની પ્રભાવના કરવા લાગે ગુણસુંદરીને સુચન નામે એક પુત્ર થયે. અનુક્રમે તેને રાજ્ય ગાદીએ બેસાર્યો. પછી સ્ત્રી સહિત તેણે દીક્ષા લીધી. નિરવ ચારિત્ર પાળી અનુક્રમે બન્ને મેક્ષસ્થાને ગયા. માટે હે ભવ્ય પ્રાણિઓ ! અન્ય ઉદ્યમ છેડી દઈને પણ ધર્મને વિષે જ ઉદ્યમ કરો. જેથી ઉભય લેકમાં તમારા બન્નેનાં વાંછિત કાર્ય સિદ્ધ થાય. ત્યાર બાદ પિતા પુત્ર બન્ને બેલ્યા, હે મુનીંદ્ર ! મુનિ ધર્મ
‘પાળવામાં અમે અશક્ત છીએ. માટે ગૃહદુર્લભને સ્થાશ્રમમાં રહીને અમે જે ધર્મ પાળી દુરાચાર, શકીએ તે ઉપદેશ આપો. મુનિએ સમ્ય
કવાદિ ગૃહીધર્મ વિસ્તાર પૂર્વક કહ્યો. જેથી બાર પ્રકારનો તે શ્રાવક ધર્મ બન્ને જણે વિધિપૂર્વક સ્વીકાર્યો. ત્યાર બાદ તેઓ વંદન કરી ત્યાંથી ઉજજયિની તરફ ચાલ્યા. ત્યાં જઈ વેપાર કરી તેઓ પોતાના સ્થાનમાં આવ્યા. શેઠ પોતે અંગીકાર કરેલા ધર્મમાં બહુ ઉઘુક્ત થયા. બહુ દુર્લભ એવા ધર્મને પામીને પણ દુર્લભ પિતાની કલ્પના પ્રમાણે ચેથા વ્રતમાં અતિચાર સેવવા લાગે. જેમકે-પરસ્ત્રીને નિયમ કર્યો છે પરંતુ