________________
દુર્લભવણિકનીકથા.
(૭૩) તેમજ સર્વ લેકેને આજ્ઞા કરી કે, જે ગુણસુંદરીની સાથે વાતચિત કરશે તેને ફાંસીએ લટકાવવામાં આવશે. જેથી તે ગુણસુંદરી પિતાના નિર્ધન પતિ સાથે મૌન ધારણ કરી ચાલી ગઈ. પિતાના પતિના ઘરમાં પ્રવેશ કરી તેના મસ્તકના કેરા છુટા કરે છે તેટલામાં એકદમ કેશમાંથી તે ઉત્તમ સુગંધ ફેલાઈ ગયો કે જાણે ગશીર્ષ ચંદનવનના સુગંધને છળવા માટે ફેલાય હાય ને શું? તેમ જાણુ ગુણસુંદરીએ પિતાના પતિને પૂછયું કે, આજે તમારે કાકને ભારે ક્યાં મૂક્યા છે ? તેણે જવાબ આપે કે, હે સુંદરી! આજને ભારે તે કંદેઈની દુકાને મૂક્યો છે. પછી ગુણસુંદરીએ તેની સાથે જઈને તે ભારે પિતાના ઘેર અણુવ્યું. ત્યારબાદ તેમાંથી ચંદનના કકડાઓ વાણીયાની દુકાને વેચીને કેટલાંક વસ્ત્ર ધાન્ય વિગેરે ઉપયોગી સાધન ખરીદ કર્યા. પછી જે વૃક્ષ ઉપરથી ચંદનનાં લાકડાં લાગ્યું હતું ત્યાં આગળ જઈ તેણીએ તે વૃક્ષના ટુકડા કરાવીને મૂર્ખ મજુર પાસે અર્ધી રાત્રીએ સર્વ કાઈ પોતાના ઘરમાં ભરાવ્યાં. ત્યારબાદ તે વેચવાથી અનુક્રમે પુષ્કળ ધન તેમાંથી તેને પ્રાપ્ત થયું. દ્રવ્યના પ્રભાવથી પિતાને ઉચિત પરિવાર અને વાહનાદિક
સર્વ સામગ્રી તૈયાર કરી અને સ્ત્રી પુરૂષ સુવર્ણસિદ્ધિ વેપાર માટે દેશાંતર ગયા, ગુણસુંદરીએ
રાજાએ આપેલાં વહિક વસ્ત્ર (જુના ઈતિહાસ લખેલાં વસ્ત્ર) પહેરેલાં હતાં. તેઓમાં લખેલી અક્ષર પંક્તિ તેના જેવામાં આવી, અનુક્રમે તપાસ કરતાં એક ઠેકાણે સુવર્ણ સિદ્ધિને પ્રયોગ લખેલો તેના જોવામાં આવ્યું. પછી લખ્યા પ્રમાણે સર્વ સામગ્રી એકઠી કરી પ્રેગ કર્યો, તેથી તાપ, છેદ અને કષ એમ ત્રણ પ્રકારે શુદ્ધ સુવર્ણ સિદ્ધ થયું. ત્યારબાદ તે પ્રયાગવડે પુષ્કળ સોનું તેઓએ સંપાદન કર્યું. બાદ તેઓ