________________
હે નાથ ! લકત્તર ચરિત્રવાળા આપના ચિત્તને વિષે હું રહું, એ વાત પણ અસંભવિત છે, પરંતુ મારા ચિત્તને વિષે આપ રહે, એ બનવા જોગ છે અને જે એમ બને તે મારે બીજા કેઈ મને રથ કરવાની જરૂર જ રહેતી નથી. (૧) નિગૃહ્ય કેપતઃ કાંશ્ચિત, કાંશ્ચિતુષ્ટયાડનુગૃહ્ય ચ | પ્રતાર્યને મૃદુધિય, પ્રલમ્પનપરેઃ પરેરા
હે નાથ! ઠગવામાં તત્પર એવા અન્ય દેવ મુગ્ધ બુદ્ધિવાળા કેટલાકને કેપથી–શા પાદિ આપવાથી અને કેટલાકને પ્રસાદથી-વરદાનાદિ આપવાથી ઠગે છે. પરંતુ આપ જેના ચિત્તમાં રહ્યા છે, તે મનુષ્યો તેવા કુદેવેથી કદી ઠગાતા નથી અને તેથી કરીને આપ મારા ચિત્તમાં રહો, તે હું કૃતકૃત્ય જ છું. (૨) અપ્રસન્નાટ્યર્થ પ્રાપ્ય, ફલમેતદસગતમ્ ! ! ચિન્તામયોદય: કિંન, ફલત્યપિ વિચેતના! યા
હે નાથ! કદી પણ પ્રસન્ન નહિ થનારા એવા આપની પાસેથી ફળ કેવી રીતે મેળવવું? એમ કહેવું એ અસંગત છે. કારણ કે ચિંતામણિ રત્નાદિ વિશિષ્ટ ચેતના રહિત હોવા છતાં શું ફળીભૂત થતા નથી ? અવશ્ય થાય છે. (વિશિષ્ટ ચેતના રહિત ચિંતામણિ આદિ પિતે કોઈના ઉપર પ્રસન્ન નથી થતા છતાં વિધિપૂર્વક તેની આરાધના કરનારને ફળ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે વિતરાગ