________________
૫૦
વત્સલ છે, પ્રાર્થના કર્યા વિના જ પરનું કાર્ય કરનારા છે, તથા સંબંધ વિના જ જગતના બાંધવ છે. (૧) અનક્તસ્નિગ્ધમનસ–મમ્રજજવલવાકપથમ્ અધૌતામલશીલ ત્વાં, શરણ્ય શરણું શ્રેયે મારા
હે નાથ! મમતારૂપી ચીકાશથી ચોપડાયા વિના જ સ્નિગ્ધ મનવાળા, માર્જન કર્યા વિના જ ઉજજવળ વાણને ઉચ્ચારનારા તથા ધોયા વિના જ નિર્મલ શીલને ધારણ કરનારા, શરણ કરવાલાયક આપનું હું શરણ અંગીકાર કરું છું. (૨) અચણ્ડવીરવૃતિના, શમિના શમવર્તિના ! ત્વયા કામમકુન્ત, કુટિલા કર્મકટકા થયા
ક્રોધ વિના જ વિરવતવાળા-સુભટવૃત્તિવાળા, ઉપશમ રૂપી અમૃતના ગે વિવેકયુક્ત ચિત્તવાળા તથા સર્વે પ્રત્યે સમાનભાવભર્યું વર્તન કરનારા એવા આપે કર્મરૂપી કુટિલક ટકોને અત્યંત કુટી નાંખ્યા છે. (૩) . અભવાય મહેશાયા–ગદાય નરકચ્છિદે ! અરાજસાય બ્રહ્મણે, કર્મચિ ભવતે નમઃ ૫૪
ભવ-મહાદેવ નહિ છતાં મહેશ્વર, ગદા નહિ છતાં નરકને છેદનારા નારાયણ, રજોગુણ નહિ છતાં બ્રહ્મા એવા અદ્વિતીય આપને નમસ્કાર થાઓ. (૪) :