________________
૨૧૦
સંસાર સાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના, એ નાવ પણ તારે નહિં; આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દેહિલે, મુજ પુન્ય રાશી ફલ્ય અહો ! ગુરુ બુદ્ધિ નાવિક તુ મલ્યો.
– સ્મરણાંજલિ – શ્રીમદ્ બુદ્ધિસાગર ગુરુવર, ગુણ તમારા ગાવું. (૨) જ્ઞાન ગંગાને તીરે રહીને, આતમ દીપ પ્રગટાવ્યો, સોહં હં જાપ જપીને, જબ જંગ જંગાવ્યો; અલમસ્ત એ સંત એલીયા, મન મોતીડે વધાવું....ગુણ. મહાવીર પ્રભુના સંદેશાને દેશદેશ ફેલાવ્યું, જ્ઞાન પિપાસુ અવધૂત ચોગી, મહાવીર વેશ દીપાવ્યો, વિશ્વપ્રેમી સમભાવી ગુરૂવર, ચરણે શીશ ઝુકાવું...ગુણ. જ્ઞાન ધ્યાનના રસિયા બનીને, ધર્મ ધ્વજ ફરકાવ્યો, મહાવીર પ્રભુની પાટ શેલાવી, અહિંસા નાદ ગજાવ્યો, અર્ટોત્તર શત ગ્રંથ પ્રણેતા, દિલમાં હર્ષ મનાવું....ગુણ. જ્ઞાન ખજાને ખુલ્લું મૂકી, ધર્મને ધેધ વહાવ્ય, ગરીબ તવંગરનો દિલડામાં, કદીયે ભેદ ન આવ્યો. ગચ્છના ભેદ ન રાખ્યા દિલમાં, સત્ય સૌને સમજાવ્યું....ગુણ. જેઠ કૃષ્ણ તૃતીયા દિન આવે, ભક્તોને વિરહ સતાવે, કૈલાસ સુબોધ શ્રીસંઘ મળીને, અંજલિ ચરણે ચડાવે, ગણેશ જીવનના આ ઉપકારી, અંતર આંસુ વહાવું...ગુણ