________________
સાધુ પ્રતિક્રમણ સૂત્ર સાથે
॥ पगाम सिज्जा०॥
અવતરણ-હવે સાધુના પ્રતિક્રમણ સૂત્ર નામ વિજ્ઞાપનું વિવરણ લખીયે છીયે. તેમાં “ પ્રતિક્રમણ શબ્દને અર્થ શુભયોગમાંથી અશુભયોગોમાં ગએલા આત્માનું પુનઃ શુભાગમાં પ્રતિકૂળ (ઉલટું) ગમન કરવું. પાછા ફરવું તેને પ્રતિક્રમણ કહ્યું છે. તે પ્રતિકમણ બે પ્રકારનું છે. એક યાજજીવ સુધીનું અને બીજુ અમુક કાલ સુધીનું. તેમાં મહાવ્રતે આદિ ઉચ્ચરવાં તે યાવજજીવ માટેનું અને દેવસિક–રાઈ વિગેરે પ્રતિકમણ મર્યાદિત કાલનું સમજવું. પ્રતિકમણના વિષ-૧–પ્રતિષિદ્ધ કાર્ય કરવું. ૨-કરણીય નહિ કરવું, ૩–તેમાં (જિન વચનમાં) અશ્રદ્ધા કરવી અને ક-વિપરીત પ્રરૂપણા કરવી એ ચાર છે.
મંગળ-પ્રતિકમણ સૂત્રના પ્રારંભે (ભાવમંગળ રૂ૫) શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્ર, અને “કરેમિ ભંતે કહેવું. તે પછી વિદનેની શાન્તિ માટે પ્રતિક્રમણ સૂત્ર મંગળપૂર્વક કહેવું જોઈએ માટે સૂત્રકાર સ્વયં મંગલને જણાવે છે કે
" चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, केवलि पष्णत्तो धम्मो मंगलं."
વ્યાખ્યા–“સંસારથી મને ગાળે” (પાર ઉતારે) તે મંગલં” અથવા “મંગાય (પ્રાપ્ત કરાય) હિત જેનાથી તે મંગલં” અથવા “મંગ” એટલે ધર્મને “લા” એટલે આપે