________________
ઈચ્છામિ ઠામિ,
હવે એ કાયિકાદિ ત્રણે અતિચારેને અંગે કહે છે કે-તે અનાચાર=નહિ આચરવા યોગ્ય, માટે તે અનિછનીય નહિ ઈચ્છવા ગ્ય અને તેથી તે અસાધુપ્રાગ્ય સાધુ જીવનમાં અઘટિત છે.
(હવે વિષય ભેદે જણાવે છે કે-) જ્ઞાનમાં. દર્શનમાં અને ચારિત્રમાં. (જ્ઞાનાદિના જુદા જુદા વિષયે જણાવવા કહે છે કે-) શ્રતમાં=શ્રુતજ્ઞાનના આઠ આચારનું પાલન કરવામાં, સામાયિકમાં=સમ્યવસામાયિક રૂપ દર્શનાચારના આઠ આચારોનું પાલન કરવામાં, તથા ચારિત્રાચારના પાલન રૂ૫ ત્રણ ગુપ્તિઓમાં (પ્રમાદ કરવાથી), ચાર કષામાં (વશ થવાથી), પાંચ મહાવ્રતમાં (પ્રમાદ કરવાથી), છ જવનિકાયમાં સુરક્ષા નહિ કરવાથી), સાત પિડેષણામાં (દેષ લગાડવાથી), આઠ પ્રવચન માતામાં (દોષ લગાડવાથી), નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓમાં ( નહિ પાળવાથી), દશ પ્રકારના (ક્ષમાદિ) શ્રમણધર્મમાં (તેનું પાલન નહિ કરવાથી) અને સાધુઓનાગોમાં (સાધુ સામાચારીરૂપ કર્તવ્યમાં પ્રમોદાદિ કરવાથી) જે જે ખંડના (દેશ વિરાધના) કરી હોય, જે વિરાધના મેટી ભૂલ) કરી હોય તે મારું સર્વ પાપ મિથ્યા થાઓ !
વિવેચન-આ સૂત્રમાં આત્માના અનાદિ સંસ્કારોને લીધે થએલી ભૂલેની દ્ધિ કરવાનો ઉપાય બતાવ્યો છે, આ સૂત્ર આલેચના માટે બોલાય ત્યારે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! દેવિસ આલઉં? અર્થાત હે ભગવંત! આપની ઈછાનુસાર આપ આદેશ આપ હું દિવસના અતિચારેની આપની સમક્ષ આલોચના કરૂ ?