SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ શ્રમણ ક્રિયા સૂત્રસન્ન દુ:ખ સહન કરે, કિન્તુ કામળ સાધનની કે કામળ તૃણુની ઈચ્છા ન કરે. ૧૮-મલ=નાળાના તાપથી પસીનાને કારણે ગાત્રો ભિજાતાં શરીરે મેલ થાય તે મેલથી મુનિ ઉદ્વેગ ન કરે, સ્નાનની ઈચ્છા પણ ન કરે, તેમ શરીર ચાળીને મેલને દૂર પણ ન કરે, પરંતુ મલિન ગાત્રાના દુઃખને સહન કરે. ૧૯-સત્કાર=મુનિ, પોતાનાસત્કાર માટે ઉભા થવુ, પૂજન કરવું, માન આપવું' ઇત્યાદિ અભિલાષા તા ન કરે, કિન્તુ કાઇ એવા સત્કાર કરે તેા હુ પણ ન કરે. અને સત્કાર ન કરે તે દુ:ખ પણ ન ધરે. ૨૦-પ્રજ્ઞા(બુદ્ધિ)=બીજા બુદ્ધિમાનાની વિશિષ્ટ બુદ્ધિને જોઇને અને પેાતાની તેવી બુદ્ધિ નથી એમ સમજતા મુનિ વિષાદ ન કરે તથા બુદ્ધિના પેાતામાં ઉત્કષ હોય તેા મદ પણ ન કરે. ૨૧-અજ્ઞાન=હું જ્ઞાન ચારિત્ર યુક્ત છતાં છદ્મસ્થ છું, એમ સમજતા મુનિ જ્ઞાનની પ્રાપ્તિ ક્રમશઃ અભ્યાસ કરતાં થાય છે એમ માની અજ્ઞાનને સહન કરે, કિન્તુ અક્રમથી જ્ઞાન મેળવવા ન ઇચ્છે અને અજ્ઞાનનુ દુઃખ પણ ન ધરે. ૨૨-સમ્યક્=સમ્યકૃત્વ'ત મુનિ શ્રીજિનેશ્વરી, તેમજ તેઓએ કહેલાં જીવ, ધર્મ, અધર્મ પરલેાક, વિગેરે પદાર્થી પ્રત્યક્ષ નહિ છતાં તે મિથ્યા નથી, એમ સમજે. એ પ્રમાણે મન, વચન, કાયાને વશ કરનારે મુનિ સ્વપ્રેરિત કે પર પ્રેરિત શારીરિક અને માનસિક પરીષહાને નિયપણે સહુન કરે.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy