SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. શ્રમણ ક્રિયા સૂત્રસદભ મારે વસ્ત્ર નથી, અથવા આ વસ્ત્રો સારા નથી, એમ આર્તધ્યાન ન કરે, કિન્તુ સંયમની લાભહાનિને સમજો સારા-ખોટા વસ્ત્રોની ઈચ્છા નહિ કરતાં જ્યારે જે સંયમોપકાર અને લભ્ય હોય તેમાં પ્રસન્ન રહે, રાગ-દ્વેષ ન કરે, ૭–અરતિ-ધર્મરૂપ આરામને ઈચ્છતે મુનિ ચાલવામાં, ઉભા રહેવામાં કે બેસવામાં પણ ચિત્તની સ્વસ્થતા (સમાધિ)ને કેળવે, પણ અરતિ ન કરે. ૮-સ્ત્રી=મુનિને સ્ત્રીને અનુકૂળ પરીષહ આવે ભેગાદિની પ્રાર્થના કરે) ત્યારે પણ મુનિ સ્ત્રીને ભેગની ઈચ્છા સરખી પણ ન કરે, કિન્તુ સ્ત્રીને સંગ દુર્ગાનનું કારણ છે, મેક્ષની સાધનામાં વિનભૂત છે અને તેની ચિંતા કરવા માત્રથી પણ ધર્મને નાશ થાય છે એમ વિચારે. એ પ્રમાણે સ્ત્રીઓ પુરૂષને અંગે વિચારે. ૯-ચર્યા-વિહાર=સાધુ ગ્રામાનુગ્રામ વિચરે, વિના કારણ સ્થિરવાસ ન રહે. કેઈ ગામ, નગર, કે ઉપાશ્રયાદિ સ્થાનને પ્રતિબંધ (રાગ) ન કરે અને તે એકલે વિચરવા માટે ગ્ય હોય તે વિશેષ કર્મનિર્જરા માટે ગુરૂ આજ્ઞાથી વિવિધ અભિગ્રહ કરીને એકલો પણ વિચરે. વિશિષ્ટ ચોગ્યતા જેનામાં હોય તે જ એકાકી વિચરી શકે. ૧૦-નિષધા(આસન)=સ્ત્રી-પશુ-પડકાદિ ભાવકંટક ન હોય તેવી મશાન વિગેરે ભૂમિમાં પણ કાર્યોત્સર્ગ વિગેરે કરતે મુનિ અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગોને નિર્ભયપણે શરીરની યણ દરકાર છેડીને શુભ ભાવનાથી સહે. ૧૧-વસતિ (શવ્યા)=સવારે તે વિહાર કરવાને
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy