SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ગાચરીના દાષા ૧૫૭ ૩-સ્થવિર=સિત્તર અથવા મતાન્તરે સાઠ વર્ષથી વધારે ઉમ્મરવાળે વૃદ્ધ, તેના હાથે વહોરતાં શરીર પવા વિગેરેથી વિરાધના થાય માટે બીજાની સહાયથી આપે કે સ્વયં સશક્ત અને સત્તાધીશ હોય તે લેવું કલ્પે ૪–૫ડક=નપુંસક, તે અતિકામ વિકારવાળેા હોવાથી વહોરાવતાં .સ્વ—પર Àાભના સંભવ રહે માટે નિષિદ્ધ જાણવા. છતાં જે તેવા પ્રકારના ન હોય તેવા નપુ ંસકના હાથે લેવુ ક૨ે. ૫-મત્ત-દારૂ વિગેરે કેફી પીણાં પીવાથી ઉન્મત્ત થએલો, તેના હાથે ઉત્સર્ગ માગે લેવુ' ન ક૨ે પણ જો તે શ્રદ્ધાળુ હોય અને ઘણા લોકોની હાજરી ન હોય તા લેવું કલ્પે. એ સિવાય તે ઉપદ્રવ કરે કે પાત્ર વિગેરે ભાગી નાખે, ઈત્યાદિ દોષ લાગે એમ જણાય તેા ન લેવું તેવા પ્રકારના અને લોકાપવાદથી શાસનની અપભ્રાજના પણ થાય. ૬-ક્ષિચિત્ત-ચિત્તવિભ્રમવાળા, ૭-દિપ્ત=કાઈ મહાલાભ વિગેરે થવાથી કે મહાન કાર્ય કરવાથી ઉત્કૃષ્ટવાન બનેલો દ્વીપી ગયેલો અને ૮–યક્ષાવિષ્ટ=ભૂત પ્રેતાક્રિના આવેશ ( પ્રવેશ)વાળા એ ત્રણના હાથે વહેારતાં તે ભેટી પડે, માર મારે, ઇત્યાદિ ઉપદ્રવના સંભવ રહે, માટે તેઓના હાથે લેવું ન ક૨ે છતાં જે તે સાધુઓના રાગી અને દાનરૂચિવાળા હાય અને ઉપદ્રવાના ભય ન હેાય તે લેવું ક૨ે. ટુ-છિન્નકર=હાથ કપાએલા, હુંઠા, કે હાથથી વસ્તુ પકડવાની યાગ્યતા વિનાનેા.૧૦-છિન્નચરણુ=પગ કપાએલો
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy