________________
૧૪૮
શ્રમણ ક્રિયા સુત્રસન્દર્ભ કરું છું કે, અલ્પ કે બહુ, હાના કે મોટા, તે પણ સચિત્ત (સજીવ) કે અચિત્ત (નિર્જીવ) કેઈ પણ (પદાર્થ) પરિગ્રહ હું સ્વયં કરીશ નહિ, બીજા દ્વારા તેવા પરિગ્રહને કરાવીશ નહિ અને પરિગ્રહ કરનારાઓને સારા માનીશ નહિ, વિગેરે અર્થ પહેલા વ્રતમાં કહ્યા પ્રમાણે.
તે પરિગ્રહ ચાર પ્રકારને છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, વિગેરે પહેલા વ્રત પ્રમાણે. તેમાં દ્રવ્યથી-સજીવ (સ્ત્રી વિગેરે), નિજીવ (ઘરેણાં વિગેરે) અને મિશ્ર (સાલંકાર સ્ત્રી વિગેરે), એમ કઈ પણ પદાર્થમાં મૂછ તે દ્રવ્ય- પરિગ્રહ, ક્ષેત્રથીસર્વલોકમાં (ચૌદ રાજલકમાં) આકાશ વિગેરે સર્વ પદાર્થમાં પણ પરિગ્રહ (મમત્વ) કરી શકાય છે, માટે સર્વ– લેકરૂપ ક્ષેત્રમાં પરિગ્રહ તે ક્ષેત્ર પરિગ્રહ, કાળથી-દિવસે કે રાત્રે અને ભાવથી-અલ્પ મૂલ્ય કે બહુ મૂલ્યવાળા કોઈ પણ પદાર્થમાં રાગ અથવા શ્રેષથી મમત્વ કરવું તે ભાવથી પરિગ્રહ. પછીને અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે,
એ પરિગ્રહ મેં ગ્રહણ કર્યો, બીજા પાસે ગ્રહણ કરાવ્યું કે બીજાએ ગ્રહણ કરેલ સારે મા તેને નિન્દુ છું વિગેરે પૂર્વ પ્રમાણે.
યાવાજીવ સુધી આસક્તિ રહિત હું સર્વ પરિગ્રહને સ્વયં ગ્રહણ કરીશ નહિ, બીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ અને બીજા પરિગ્રહ ગ્રહણ કરનારાઓને સારા માનીશ નહિ, પછી અર્થ પૂર્વ પ્રમાણે
આ પરિગ્રહનું વિરમણ (વિરતિ) નિશ્ચયથી હિતકારી છે, વિગેરે પૂર્વ પ્રમાણે