________________
બૃહદ્ યોમ વિધિ
પછી ખમા. દેઈ ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી શ્રી નંદિસૂત્ર સંભલાવોજી ? ગુરુ. ઉભા થઈ ત્રણ નવકારપૂર્વક નંદિસૂત્ર' સંભલાવે. નંદિસૂત્ર ન હોય તો ત્રણ નવકારરૂપ નંદીસૂત્ર સંભલાવે અને ત્રણવાર વાસનિક્ષેપ કરે,
પછી શિષ્ય ખમા. દેઈ બોલે ઈચ્છકારિ ભગવન્ ! મમ મુંડાવેહ? મમ પવ્વાવેહ ? મમ વેરું સમપેહ ?,
....
....
ગુરુ ઉભા થઈ ઓઘો હાથમાં લઈ મુહપત્તિ ઓઘાના દોરે બાંધી, નવકાર એક ગણવા પૂર્વક સુગ્ગહીયં કરેહ, ઈતિ કહેતા, શિષ્યની જમણી બાજુએ ઓઘાની દશીઓ આવે તેમ ઓઘો શિષ્યને હાથમાં જાળવીને, ભોંય ન પડે તેવી રીતે આપે,
વેશ (ઓઘો). ઉત્તર દિશા અથવા પૂર્વ દિશા સામુ શિષ્યનું મુખ રાખીને આપે શિષ્ય ઈચ્છું કહી માથે ઓઘો ચઢાવી નાચે, પછી ઈશાન કોણે જઈ આભરણાદિ ઉતારી ત્રણ ચપટી લેવાય, તેટલા વાળ રખાવીને ક્ષૌર કરાવે. પ્રથમ ન કરાવ્યું હોય તો, પછી સ્નાન કરીને ઈશાન ખૂણામાં મુખ રાખીને સાધુનો વેશ પહેરે,
૪. પછી ગુરુ પાસે આવી મથ્થએણ વંદામિ કહી, ખમા. ઈરિયાવહીયું પડિક્કમિ ખમા. દેઈ બોલે કે ઈચ્છાકારિ ભગવન્! મમ મુંડાવેહ? મમ પવ્વાવેહ ? મમ સવ્વવિરઈ સામાઈયં આરોવેહ? ગુરુ ભણે આરોવેમિ, પછી ખમા. ઈચ્છા. સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું? ગુરુ. પડિલેહ, ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહી નાંદને પડદો કરાવી, બે વાંદણાં દેવાં.
હાલમાં દીક્ષાના અવસરે નંદિસૂત્રના બદલે ત્રણવાર નવકાર સંભળાવાય છે.
D (૪૩ ଅଛ