________________
.... બૃહદ્ યૉગ વિધિ ... વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી નંદીસૂત્ર સંભલાવણી નંદી સૂત્ર કઢાવણી કાઉસ્સગ્ન કરાવો ? ગુરુ. કરેહ ઈચ્છે ખમા. ઈચ્છતુહે. પંચમહાવ્રત રાત્રીભોજન વિરમણષષ્ઠ આરોવાવણી નંદિ કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવણી નંદીસૂત્ર સંભલાવણી નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ. કાઉસ્સગ્ન લોગસ્સ ૧ (સાગરવરગંભીરા સુધી) (આ કાઉસ્સગ્ગ ગુરુ શિષ્ય બંને જણ કરે) નો કરી, પ્રગટ લોગસ્સ કહે છે.
ખમા. ઈચ્છકારિ ભગવન્! પસાય કરી નંદી સૂત્ર સંભળાવોજી, ગુરુ કહે સાંભળો પછી ખમા. દઈ ગુરુ કહે ઈચ્છા. સંદિસહ ભગવદ્ નંદિસૂત્ર કઠું ? પછી નવકાર પૂર્વક ત્રણવાર પાના નં.૩૬ પ્રમાણે નંદીસૂત્ર સંભળાવે. શિષ્ય ટચલી આંગળીમાં મુહપત્તિ રાખી માથુ નમાવી નંદીસૂત્ર સાંભળે. પછી ગુરુ ત્રણવાર વાસનિક્ષેપ કરે પછી શિષ્ય ખમા. આપી કહે ઈચ્છકારી ભગવનું પસાયકરી મહાવ્રત
દંડક ઉચ્ચરાવોજી ગુરુ - ઉચ્ચરેહ. ઈચ્છે કહી મુહપત્તિ ચલી આંગળી અને તેની જોડેની આંગળી વચ્ચે લાંબી રાખી તથા ઓદ્યો હાથમાં રાખી હાથ બે દંતુશળની પેઠે કરી બે કોણી પેટ ઉપર રાખી મસ્તક નમાવે, પછી નવકાર એક મહાવ્રત એક એમ એકેક મહાવ્રત ત્રણવાર નવકાર પૂર્વક ગુરુ શિષ્યને ઉચ્ચરાવે તે આ પ્રમાણે પ્રથમ નવકાર બોલી.
पढमे भंते ! महव्वये पाणाइवायाओ वेरमणंઈત્યાદિ પૃષ્ઠ ૬૩, ૬૪, અને ૬૫ ઉપરના છએ આલાવા નવકાર પૂર્વક ત્રણ ત્રણવાર બોલવા. એવી રીતે પાંચ મહાવ્રત અને છઠું ૧ આ આદેશ ગુરુ માટેનો છે. ૨ અથવા બૃહત્ નંદિસૂત્ર સંભળાવવું.
૪
(૭૩)