________________
બૃહદ્ યોમ વિધિ
આઠમે દિવસે શ્રી આવસ્યક શ્રુતસ્કંધની અનુજ્ઞા, તે દિવસે નંદીની ક્રિયા કરાવવી, પછી પુર્વોક્ત વિધિએ નંદી સુત્ર સંભલાવવું પછી ઈચ્છ. ભગ. તુમ્હે શ્રી આવસ્યક શ્રુતસ્કંધ અણુજાણહ ? ઈત્યાદિ સાત ખમાસમણ કાઉસ્સગ્ગ ૧ લોગસ્સ સાગરવરગંભીરા સુધી પ્રગટ લોગસ્સ કહેવો *વાંદણાં, બેસણે ઈત્યાદિ અવિધિ આશાતના મિચ્છા. સુધી પુર્વવત્ પછી પવેણું (તે દિવસે પણ તપ કરાવવો.)
જો આંબીલ ઘણાં આવતાં હોય તો નવમે દિવસે ખાલી પવેયણાની ક્રિયા કરાવવી-પવેણું કરાવવું, નહી તો નવમા દિવસે એટલે દશવૈકાલિકને પહેલે દિવસે દશવૈકાલિક શ્રુતસ્કંધની ઉદ્દેસા નંદી કરાવવી, નંદી સૂત્ર સંભળાવ્યા પછી શ્રુતસ્કંધનો ઉદ્દેસ કરાવવો,
ખમા. ઈચ્છુકારિ ભગ. તુમ્હે અમાં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધ ઉદ્દેસો ? ઈત્યાદિ સાત ખમા. દેવરાવવાં કાઉસગ્ગ ૧લો ખમા, અવિધિ, મિચ્છામિ. ખમા. આદેશપૂર્વક મુહપત્તિ પડિલેહી વાંદણાં પછી ખમા. ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હેં અમાંં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન ઉદ્દેસો ઈત્યાદિ સાત ખમા. કાઉસ્સગ્ગ રજો ખમા. ઈચ્છુકારિ ભગવન્ ! તુમ્હે અમાં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન સમુદ્રેસો ઈત્યાદિ સાત ખમા. કાઉસ્સગ્ગ જો, પછી ખમા. તિવિહેણ મથ્થએણ વંદામિ ઈચ્છા. સંદિસહ ભગ. વાયણાં સંદિસાઉં ? ત્યાંથી માંડીને, બે વાંદણાં દેવરાવવાં ત્યાં સુધી પૂર્વવત્, પછી શિષ્ય. ઈચ્છ. ભગ. તુમ્હે અમાંં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન અણુજાણહ? ઈત્યાદિ
કાલિકયોગ હોય તો કાલમાંડલાં સંદિસાઉ ? વગેરે અનુજ્ઞાનાં ચાર ખમાસમણ પૂર્વે કહેલાં અહીં જાણી લેવાં.
(૪૭)