________________
... બૃહદ્ યોગ વિથ ... ચેતવણી સંઘો આઉત્તવાણું લેતાં છીંક થાય તો, અક્ષર આવો પાછો બેવાર બોલી જવાય તો,
* ઓઘો મુહપત્તિ પડી જાય તો, અથવા કોઈ માણસ અડી જાય તો બંને (સંઘટ્ટો-આઉત્તવાણું) ભાંગે, ફરીથી બધું લેવું પડે.
સંઘટ્ટો આઉત્તવાણું લીધા, પછી આચાર્યની સાથે વિહરવા જાય; પચેંદ્રિય જીવની આડ પડવી જોઈએ નહિ આડ પડે તો આહાર કે પાણી કામમાં આવે નહિ, ફરીથી સંઘટ્ટો લેવો પડે, કાંઈપણ પાતરૂં કે તાપણી કે લોટ શરીરથી છેટાં મુકે નહી, મુકે તો જાય કદાપિ છેટે ભૂલથી મુકાઈ જાય તો તરત બોલ્યા વિના લેવાય, ઉતરાધ્યયનના જોગમાં આખું ધાન-ખાખરા, મેથીવાળુ પાપડનું શાક કામમાં આવે નહિ.
આહારપાણી કરી રહ્યા પછી પાતરાં લુશીને મેલવાં હોય, અને પાણી પીવું હોય ઈત્યાદિ કારણે સંઘટ્ટો આઉત્તવાણું રાખવો હોય તો, આચાર્યની પાસે નીચે પ્રમાણે બોલીને રજા માંગવી. - ઈચ્છા, સંદિ, ભગવની ઝોળી પાતરાં મુકું ? ગુરુ કહે મુકો સંઘટ્ટો આઉત્તવાણું રાખું ? ગુરુ કહે રાખો. દાણોદુણી છુટાને ભળે, ગુરુ કહે ભળે, ત્યારે મુકીને ઉઠવું, ઉઠ્યા પછી કાજો લેવો, કાજામાં કાંઈ દાણો પડી રહ્યો હોય તો છુટાને આપવો, પણ પરઠવવો નહીં, અને કાજો લઈને પછી સ્થાપનાજી ખુલ્લા રાખી ચૈત્યવંદન કરવું, ભુલે તો દિવસ પડે
પછી ઈરીયાવહીયે પડિક્કમિને પાતરાં વિગેરે પચીશ બોલથી પુંજીને, બાંધી દેવાં અથવા તો સાંજે પડિલેહણ કરીને પછી પાતરા પુંજીને બાંધવા, હંમેશા ગુચ્છા ચઢાવવા.
૧ હાલમાં કોઈ જોગમાં આ વસ્તુ વપરાતી નથી.
(૨૯)