________________
બૃહદ્ યોગ વિધિ
પછી બન્ને દાંડી ૧૦-૧૦ બોલથી મુહપત્તિ ઉપર મુકવી.
ત્યારબાદ
એક નવકારે બેઠા ને એક નવકારે ઉભા થાપવી. ખમાસમણ દઈને કહે
ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું ? ઈચ્છું કહી ૧૫૦ બોલથી મુહપત્તિ પડિલેહવી. પછી
મુહપત્તિથી ત્રણવાર જમીન પુંજવી.
ત્યારબાદ ત્રણવાર ડાબો હાથ પુંજીને જમીન ઉપર થાપવો. પછી મુહપત્તિથી જ ત્રણ વાર જમણી કમર પૂંજવી. ને મુહપત્તિ કમરે ખોસવી
પછી
જમણા હાથે ઓઘો લઈને
ત્રણવાર ડાબા હાથ ઉપર ફેરવવો. (પૂંજવો)
પછી
ઓઘાથી જમણી સાથળ પૂંજીને
સાથળ વચ્ચે ઓઘો મુકવો.
ત્યારબાદ
ઓઘાની દશી ઉપર જમણો હાથ ત્રણવાર સવળો ને ત્રણવાર
અવળો ઘસવો.
૧. કેટલાક ૪૪ બોલથી પડિલેહવાનું કહે છે.
D (૧૯