________________
બૃહદ્ યોમ વિધિ જોગમાં જ અનુયોગ સંભળાવવો પડે તો વડી દીક્ષાને પહેલે દિવસે સાંજની ક્રિયા પુરી કરી સ્થંડિલનો આદેશ માગ્યા પહેલાં, ઈર્યાવહીથી બધી ક્રિયા કરાવવી, અનુયોગ સંભળાવો પછી સ્થંડિલનો આદેશ માગવો, અનુયોગ સંભળાવ્યા પછી સાંજની ક્રિયા કરાવવી એમ એક છુટક પાનામાં લખેલ છે. અને કદાચ સાંજે ન સંભળાવી શકાયો તો દીક્ષાના ટાઈમ પહેલાં સવારે ક્રિયા કર્યા પૂર્વે અનુયોગની ક્રિયા અને અધ્યયનની ક્રિયા વડી દીક્ષા થયા પૂર્વે કરાવાય અને પવેણું વડી દીક્ષા થયા પછી કરાવાય, અને યોગમાં ન હોય તો પણ અનુયોગની વિધિ કરતાં વસ્તિપવેઉ અને સુદ્ધાવસઈ એ બે આદેસ તો શિષ્ય માગે,
....
છેવટના કાળગ્રહણ લેવાં હોય તેમાં વચ્ચમાં અસજ્ઝાયના તથા બીજા પડેલા દિવસો પણ ગણી શકાય, દિવસો પુરા થયા પછી જેટલા પડ્યા હોય તેટલા વધારે કરી આપે, અને પડેલાને બાદ કરીને મૂળ દિવસો પૂરા કરીને પછી પણ કાલગ્રહણ લઈ શકાય. અને કારણે મૂળ દિવસ પૂરા થયા પછી એક બે દિવસ પછી પણ છેવટનાં કાલગ્રહણો લઈ
શકાય.
ભગવતીજીના યોગમાં પ્રવેશ કર્યા પછી ચાર માસ ઉપરાંત અને પાંચ માસની અંદર ગણીપદ અપાય છે, જોગવિધિમાં પાંચ માસ ઉપરાંત અને સાડાપાંચ માસની અંદર ગણીપદ અપાય એવો લેખ છે પણ હાલમાં ઉપર પ્રમાણે પ્રવૃતિ છે. 'સવારની ક્રિયા થઈ ગયા પછી સાધ્વીઓને શારીરિક અસજ્ઝાય થાય અથવા અકાલ વરસાદ વિગેરેથી અસજ્ઝાય થાય તેમાં
૦ ૧૨૫)