________________
બૃહદ્ યોગ વિધિ
યોગ ઉખેવ અને નિખેવની ક્રિયામાં એટલે યોગ પ્રવેશ અને ઉતારણ વિધિમાં ‘નંદિ કરાવણી' એ પાઠ કેટલાક બોલે છે. વાઘાઈ અદ્ધરતી બે કાલ લેતાં દક્ષિણ દિશાએ પાટલી માંડીએ દક્ષિણ ઉત્તર લીજે, અને વિરતી પાભાઈ કાલ લેતાં પશ્ચિમ દિશાએ પાટલી માંડીએ-પશ્ચિમ પૂર્વ લીજે.
ઉનાળે શિયાળે પાટલી ન મળે તો કામલી ઉપર કાલ લેવાય, દાંડી ન મળે તો બીજી વધારાની ઠવણી (ના છુટા કરેલ બે પાયા)થી ચાલે એવો જોગવિધિઓમાં લેખ છે પણ ચોમાસામાં તો પાટલી જ જોઈએ.
કાલ લેતાં દાંડીધર આંગળી અને અંગુઠા વચ્ચે દાંડી રાખી નવકાર ગણે ત્યારે ડાબો હાથ પાટલી સામો રાખી પાટલી અને પાટલીની દાંડી એક નવકારે આપે. પછી મુઠ્ઠી વાળી જમણે હાથેથી એક નવકારે ડાબા હાથની દાંડી થાપી મુઠ્ઠીવાળે.
પાભાઈ વેરતી કાલગ્રહણ લેતાં જ્યારે પૂર્વદિશા તરફ જાય ત્યારે કાલગ્રહી પોતાના જમણા હાથને ફરીને જાય, અને દાંડીધર પણ પોતાને જમણે હાથે ફરી તેની પછવાડે જાય, ત્યાં કાલગ્રહી પૂર્વદિશા સામે મુખ રાખી ઉભો રહે અને ડાંડીધર પોતાને જમણે હાથે પાછો ફરી, પાટલી પાસે જઈ આદેશ માગી પાછો પોતાને જમણે હાથે ફરી, પૂર્વ દિશામાં જઈ પશ્ચિમ સામે મુખ કરીને કાલગ્રહીની સામે ઉભા રહે, ત્યાં પછી ક્રિયા કરે અને કાલગ્રહી કાલમાડલું કરી પાંચ વાનાં
(૧૨૩)