________________
.... બૃહદ્ યોગ વિધિ .. સંઘટ્ટો લેતાં તાપણીના તથા લોટના દોરા અને ચરવલી ૩૦
(૧૦-૧૦ ત્રણવાર) બોલથી પડિલેહવા તથા તગડી (ઠસી • ૧૦) બોલથી પડિલેહવી એમ કોઈક જોગ વિધિમાં
લખેલ છે. જી સંઘટ્ટો પાતરાં સાથે લે ત્યારે દાંડો દશ બોલથી ત્રણવાર
એટલે ૩૦ બોલથી પડિલેહવો એમ કેટલાક કહે છે, અને એકલા દાંડાનો સંઘટ્ટો લે ત્યારે પડિલેહવાનો નહીં અને બોલ પણ કહેવાના નહીં કેટલાક એક વખત દશ બોલથી
પડિલેહે છે. જ વિહરવા જાય ત્યાં અને અંડિલ જાય ત્યારે શુદ્ધાવસઈ કરે તેટલામાં (સો ડગલામાં-સો હાથમાં) વળાવું કરનાર આચાર્ય અને પોતાની વચ્ચે, પચેંદ્રિયની આડ પડે નહીં. આડ પડે તો સંઘટ્ટો જાય નહીં, વલી ત્રણ આચાર્ય સાથે હોય તો સો ડગલાં બહાર પણ સાથેના કોઈ જોગવાળાને આડ પડે નહીં, એક ગણી કે પંન્યાસના બે આચાર્ય ગણી-લેખી તેની સાથે એક અન્ય આચાર્ય હોય તો પણ આડ પડે નહીં એમ કેટલાક કહે છે, કરે છે. અન્યથા આડ પડે તો સંઘટ્ટો જાય, સંઘટ્ટો ગયો તેનું પાણી કે આહાર વાપરે કે આહાર પરઠવે તો દિવસ પડે બીજા સાધુ વાપરી જાય તો દિવસ પડે નહીં ફરી સંઘટ્ટો . લઈ પાણી કે ગોચરી લાવવી જોઈએ. પાણી પરઠવાય, આહાર નહીં.
|
૧૨૧૪