________________
... બૃહદ્ યોગ વિધિ ... પછી “ભગવનું શુદ્ધાવસતિ' કહે કાલગ્રહી કહે તાત્તિ દાંડીધર કહે ઈચ્છે
પછી
દાંડીધર નીચે બેસીને (ઉભડક પગે), “૨૫ બોલથી પાટલી પડિલેહે અને જમીનપુંજીને પાટલી મુકે
મુહપત્તિ ૨૫ બોલથી પડિલેહી પાટલી ઉપર મુકે. તગડી ૪ બોલથી પડિલેહી મુહપત્તિ ઉપર મૂકી દેવી.
બન્ને દાંડી ૧૦-૧૦ બોલથી પડિલેહી મુહપત્તિ ઉપર મુકવી. ત્યારબાદ, પાટલી બરાબર પકડીને પડે નહિ તેમ ઉભો થાય.
દરમ્યાન કાલગ્રહી દંડાસણ લઈ જગ્યા પુંજી આપે ત્યાં દાંડીધર ઉભો રહે.
પછી :
કાલગ્રહી કાલ માંડલા કરે.
બે કાલગ્રહણ હોય તો પ્રથમ પભાઈના ૪૯ માંડલા કરે પછી વિરતિના ૪૯ માંડલા કરે.
કાલગ્રહી દંડાસણ નીચે મુકે ત્યારે દાંડીધર કહે દિશાવલોક હોય છે ?
કાલગ્રહી કહે હોય છે. પછી બન્ને સ્થાપનાચાર્ય સન્મુખ આવે. દાંડીધર નીચે બેસી જગ્યા પુંજી, પાટલી હલે નહિ તેવી રીતે નીચે મુકે.
(૨)