________________
બૃહદ્ યોમ વિધિ
પડ્યું હોય તો અહોરાત્રિ અસજ્ઝાય. રૂધિર સૂકાઈ જઈને વર્ણાન્તર થઈ ગયું હોય તો સ્વાધ્યાય કરવો કલ્પે. સ્ત્રીઓ મહિને મહિને માસિક ધર્મમાં આવે છે તે ત્રણ દિવસ સુધી આવ્યા કરે છે તેથી તે ત્રણ દિવસ સુધી અસજ્ઝાય. ત્રણ દિવસ પછી કોઈને આવે પરંતુ તે રૂધિરનો વર્ણ બદલાઈ ગયેલો હોવાથી અસજ્ઝાય થતી નથી. સૂવાવડ આવી હોય તો જો પુત્ર જન્મે તો સાત દિવસ અસજ્ઝાય આઠમે દિવસે સ્વાધ્યાય કરી શકાય. પુત્રી જન્મી હોય તો (રૂધિર વધુ હોવાથી) આઠ દિવસ અસજ્ઝાય નવમે દિવસે સ્વાધ્યાય કરવો કલ્પે.
દાંત વગરનું મનુષ્યનું હાડકું સો હાથની અંદર (જમીનમાં) પડ્યું હોય તો બાર વરસ સુધી અસજ્ઝાય થાય. જ્યારે દાંત પડ્યો હોય તો સો હાથની બહાર કર્યા પછી સ્વાધ્યાય કરવો કલ્પે. દાંત પડ્યો હોય શોધવા છતાં ન દેખાય તો અસાય નથી. કોઈ એમ કહે છે કે ‘દંત ઓહડાવણાર્થે કાઉસ્સગ્ગ કર્યા પછી સ્વાધ્યાય કરી શકાય. જો હાડકાં વગેરે અગ્નિથી બળી જાય તો અસજ્ઝાય નથી.
અસજ્ઝાયમાં ભણવું કે ભણાવી શકાય નહિ. પરંતુ વિચારણાચિંતવન કરવામાં બાધ નથી.
અસજ્ઝાય
૧. દર વર્ષે ચૈત્ર સુદ ૧૧-૧૨-૧૩; ૧૨-૧૩-૧૪; અથવા ૧૩૧૪-૧૫ ના દિવસોએ સાંજના પ્રતિક્રમણમાં દુખિયના કાઉ. પહેલાં ખમા. દઈ ઈચ્છા. સંદિ. ભગ. અચિત્તરજ ઓહડાવણીય કાઉ. કરૂં ? ઈચ્છું. અચિત્તરજ ઓહડાવણીયં કરેમિ કાઉ. અન્ન.
૧ (૧૦૫)