________________
" [ ૬૧ ] અનુક્રમે સુ સંપદા પામે. તેથી જયણા પૂર્વક જાતે કરવું તેજ ઉત્તમ છે. આજની કેટલીક બાળાઓ રસોઈ કરવા પણ ખુશી નથી, તો પછી જાતે દળવા ખાંડવા અને યતના માટે તેમની તરફથી જાત-કાળજીની આશા શી રીતે રાખી શકાય? કેમ આજનું શિક્ષણ પુસ્તક વાંચતા તથા લખતા શીખવે છે. પરંતુ જીવનમાં ઉપયોગી એગ્ય તાલીમ, ધાર્મિક જીવન, યતના જાત-મહેનત વિગેરે જીવનના યોગ્ય તત્ત્વથી વંચિત રાખે છે, અને આર્યસંસ્કાર તથા ધર્મથી વિમુખ બનાવે છે અગ્નિમાંથી પાણીની આશા રાખવા જેવી આશા આજના શિક્ષણ માંથી યતના અને કાળજીપૂર્વકના જાતમહેનતના જીવનની આશા રાખવી, કેટલીક ભણેલી હેમાંયે કોઈ કોઈ વાર એ સંસ્કાર જોવામાં આવે છે તે તે પ્રાયઃ વારસાનાજ હોય છે. એટલે કે-આધુનિક શિક્ષણ હજુ બાલ્યાવસ્થામાં જ્યાં સુધી છે, ત્યાં સુધી પૂર્વના સંસ્કારો ટકી રહે છે, જેમ જેમ હાલનું શિક્ષણ વધુ સંગીન પાયા ઉપર થતું જશે, તેમ તેમ પૂર્વનાં જીવનના કેટલાંક સુંદર તો પણ સંગીન પાયા ઉપર અદશ્ય થવાનો સંભવ લાગે છે.]
જલેબી-જલેબીને આથે કરવાની જે રીત છે, તે જેની ઉત્પત્તિને હેત છે. કોઈ ઠેકાણે દિવસના આ વગેરે બનાવી તેજ દિવસે બનાવી ઉપયોગ કરે છે અને તેમાં દોષ લાગતું નથી, એમ કહે છે, પણ આ બાબત વિશેષ નિર્ણય કરતાં જણાયું છે, કે કિંચિત્ પણ જુના ઘેળનું જામણું દીધા શિવાય ન ઘેળ કદી ઉપસતું નથી. અને ઉપસ્યા વિના જલેબી ફુલે નહિ. માટે જલેબી કેઈ પણ રીતે અનાચરણીય