________________
[ ૧૬ ]. કેટલીક વિલાયતી દવાઓ જેમકે કાડલીવરઓઈલ (કેડ માછલીનું તેલ) કાટ ઈમલશન બાવરીલ અને કસુંબઈનામની દવા પ્રમુખ ચરબી વિગેરેના ભેગથી બનાવે છે. તેને અવશ્ય ત્યાત્રા કરવે જોઈએ.
કેડલીવર ઓઇલની ગરજ ખોપરેલથી સરે છે. જુઓ ડો. ત્રિભવનદાસ કૃત વૈદ્યક ગ્રંથ. (ટાપરામાં ક્ષય મટાડવાને ગુણ છે. હિંદુઓમાં દરેક પ્રસંગે શ્રીફળનો રીવાજ છે. તેમાં આવા યોગ્ય હતુઓ પણ સંભવિત છે. દરદીની હોજરીની શક્તિના પ્રમાણમાં ટોપરાને રસ, કે ટોપરા આપવાથી લેહી વધે છે, એમ જ્ઞાની પુરૂષો અને અનુભવી વિદ્ય પાસે સાંભળેલું છે. સ્ત્રીઓને ધાવણ વધારવા ખાસ ટોપરાં ખવાય છે. તથા ગાયનું ચોકખું દૂધ વિધિસર પીવામાં આવે, તો તે પણ ક્ષય મટાડે છે. કેમકે મનુષ્યના શરીરના કણો અને ગાયના કણો સમાન છે. ભેંસ કરતા ગાય ચપળ પ્રાણી છે. તેથી દરેક ધાતુઓ પણ ચપળ બને છે અને દૂધ સીધું લોહીમાં ભળે છે. ક્ષયના તાપની ગરમી ઠારે છે. કેડલીવરથી મટેલા ક્ષય કરતાં ગાયના દૂધથી વધારે સ્વાર્થ પ્રાપ્ત થાય તેવી રીતે કાયમી ક્ષય ભટે છે, આજકાલ-પંચગની જેવા સેનેટેરીયમમાં ઘણું આર્યો ઔષધ કરાવવા જાય છે. ત્યાં દરદીઓને એવી જ અભક્ષ્ય દવાઓ અને ખોરાકે ડોકટરે ખાસ કરીને આપે છે. નરોડા પાસેના આપણા ક્ષયના જન સેનેટરીયમમાં આવા ઉપચારો ન થાય, તેની કાળજી સંપૂર્ણ લેવાવી જોઈએ. ડોકટરને આધાર આવી દયાઓ અને ખાનપાન થઈ ગયેલ છે.)
૨ મુંબઈ નામની દવા જે માણસ તથા જનાવરના કલેજા. માંથી બનાવે છે, તે તો પ્રગટપણે અભક્ષ્ય છે, તેના બદલે શીલા, જીત વાપરવાથી તે દવાનું કામ કરશે. ,