________________
[ ૧૩૩ ]. પ્રકરણ ૭ મું
ચાલુ વપરાશમાં આવતી વનસ્પતિઓ, અને તે
વિષે રાખ જોઈતો વિવેક. શાકમાં વપરાતી
૧ કાકડી, મૂળપાન વિના, ૨ કારેલાં પાન વિના, ૩ કટેલાં પાન વિના, ૪ ગલકાં, ૫ ગુવારની ફળી, ૬ કાચાં ગુંદા, ૭ લીલા ચણા, ૮ ચીભડાં (આરિયાં) મૂળ પાન વિના ૯, ચોળા, ૧૦ +ટમેટાં (કાચા), ૧૧ ટીંડોરા (ધળા), ૧૨ ડાળાં, ૧૩ ડેડી, ૧૪ તળીયું-ભુજીયું સકરટેટી. ૧૫ તુરી ૧૬ તુએરા, ૧૭ દાતણ ( બાવળ, બેરડી, ઝીલ, આવળ, ) ૧૮ દુધીયું (૧) ૧૯ પરવર, ૨૦ પાંદડી–પાપડી-પાપડા, ૨૧ ફણશી, ૨૨ ભીડા, ૨૩ મરચા, ૨૪ મરવા, ૨૫ મઘરી, ૨૬ લીબુ ખાટું, ૨૭ વટાણુ, ૩૮ આલકુલ, ૨૯ મીઠી દુધી.
* કાચા ગુદાં ભાંગીને તેના ઠળીયા તરતજ રાખમાં પરઠવી દેવાં. નહિંતર માખીઓ તેને ખાવાનો પદાર્થ સમજી તેના ઉપર બેસે છે. તેથી તેની પાંખો ચીકાશને લીધે ચેટી જવાથી ઉડી શકતી નથી ને મરી જાય છે. તેથી ખાસ ઉપયોગ રાખવો.
+ કેટલાક મુનિ મહારાજાઓ કાચા ટામેટાં બહુ બીજ હોવાથી અભર્યો હોવાનું કહે છે. દેશી વૈદ્યકામાં તેને રીંગણાની જાતિ ગણ્યાનું સાંભળવામાં આવેલ છે. બહુશ્રતો પાસેથી નિર્ણય કરી લેવો.