________________
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે સેવ્યું હોય તેનું પ્રતિક્રમણ કરું છું. એમ સર્વત્ર વાક્યસંબંધ જોડે.
એમ એક વગેરેથી તેત્રીસ સ્થાને સુધી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું. તે ઉપરાંત આગળ પણ સમજવું. જેમ કે શ્રી જિનેશ્વરના ચોત્રીશ અતિશયમાં અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા વગેરેથી કરેલી આશાતના દ્વારા, બુદ્ધના પાંત્રીસ વચનાતિશામાં અશ્રદ્ધાદિ કરવા દ્વારા, ઉત્તરાધ્યયનનાં છત્રીસ અધ્યયનમાં અશ્રદ્ધાદિ કરવારૂપ આશાતના દ્વારા, યાવત્ “સો તારયુક્ત શતભિષા નક્ષત્ર હોય છે ત્યાં સુધી સમવાયાંગ સૂત્રમાં કહેલા તે તે પ્રકારને અંગે. તે તે પ્રકારની આશાતનાનું પ્રતિકમણ જાણવું. . એ પ્રમાણે અતિચારેની વિશુદ્ધિ કરીને આ પ્રમાણે નમસ્કાર કરે, અથવા પૂર્વે કરેલી અશુભ સેવનાનું (અતિચારેનું) પ્રતિક્રમણ કરીને પુનઃ તેવું નહિ કરવા માટે પ્રતિકમણ કરનાર નમસ્કારપૂર્વક કહે કે
नमश्चतुर्विसतये तीर्थकरेभ्यः ऋषभादिमहावीरपर्यवसाજે -શ્રી ઋષભદેવાદિ પ્રભુ મહાવીર સુધીના ચોવીસ તીર્થ કરેને નમસ્કાર થાઓ. એમ નમસ્કાર કરીને પ્રસ્તુત જૈન પ્રવચન (આગમ)ના ગુણેનું વર્ણન (પ્રશંસા) કરતો કહે કે –
“બેવ' સામાયિક વગેરે પ્રત્યાખ્યાન પર્યન્ત, અથવા આચાર્યની ઝવેરાતની પેટી તુલ્ય બાર અંગરૂપ ‘નર્થ વર-અહીં નૈથ-બહા-અભ્યતર ગ્રંથ (પરિગ્રહ)થી મુક્ત થયેલા નિર્ચ થે (સાધુઓ)નું “પ્રવચન