________________
પગામ સિજ્જા૦
૫૫
પાપના કારણભૂત ૨૯ પ્રકારનું શ્રુત તે પાપશ્રુત અને તેના પ્રસગા એટલે સેવા (આચરણ) તે પાપશ્રુત પ્રસંગ, તે સેવવા વગેરેથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ, તે એગણુત્રીસ આ પ્રમાણે છે: નિમિત્તશાસ્ત્રનાં આઠે અગા ઃ ૧. દિવ્ય –ન્યન્તરારિ દેવાનાઅટ્ટહાસ વગેરેનાં ફળનુ વર્ણન જેમાં હાય, ૨. ‘ઉત્પાત’-રુધિરના વરસાદ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય, ૩. ‘આન્તરિક્ષ’-આકાશમાં થતાં ચહેાના ભેદ વગેરેના ફળનુ' જેમાં વણ ન હેાય, ૪. ‘ભૌમ’-ભૂમિક’પ વગેરે પૃથ્વીના વિકાર જોઈ ને જ ‘આનું આમ થશે’ વગેરે ફળ જણાવનાર, ૫. સ્વપ્ન-કાઈ ને આવેલા સ્વપ્નને સાંભળી તેના ફળાદેશ કહેવા તે, ૬. સ્વર- ષડ્જ ’ વગેરે સ્વરા (અને પક્ષિઓ વગેરેના સ્વરા )નુ ફળ જણાવનાર, ૭. વ્યંજન-શરીર ઉપરના મસ, તલ વગેરે ઉપરથી તેનુ ફળ જણાવનાર અને ૮. લક્ષણ-અવયવેની રેખાએ ઉપરથી તેનું ફળ જણાવનાર, એ નિમિત્ત શાસ્ત્રનાં આઠ અંગાના દરેકના ત્રણ ત્રણ ભેદો છેઃ ૧. સૂત્ર, ૨. વૃત્તિ અને ૭. વાતિક—એ ત્રણથી ગુણતાં (૮૪૩=૨૪) ચાવીસ અને ૨૫. સગીતશાસ્ત્ર, ૨૬. નૃત્યશાસ્ત્ર, ૨૭. વાસ્તુવિદ્યા (શિલ્પશાસ્ત્ર), ૨૮, વૈદ્યક (ઔષધનું) શાસ્ત્ર અને ૨૯. ધનુવેદ (શસ્ત્રકળાનાપક) શાસ્ત્ર, અ’ગવિજા નામના યજ્ઞાસૂત્રમાં તે નિમિત્તનાં આઠ અંગે આ પ્રમાણે કહ્યાં છેઃ ૧. અંગ, ૨. સ્વપ્ન, ૩, સ્વર, ૪. વ્યંજન, ૫. ભૌમ,
'* સૂત્ર=મૂળ ગ્રંથ. વૃત્તિ=સૂત્રના વિસ્તૃત અર્થ નું સંસ્કૃતમાં વિવરણુ અને વાતિ ક=વૃત્તિના કાઈ કાઈ ભાગનું વધુ સ્પષ્ટીકરણ.