________________
૫ગામ સિજજ
૨૭
નેન’=રાગ અને દ્વેષ એ બે બંધનથી સેવેલા અતિચારેનું પ્રતિક્રમણ કરું છું. તેમાં “રાગ એટલે અભિશ્વગ”(આસક્તિ, અનુરાગ) અને દ્વેષ એટલે અપ્રીતિ. એ બને આત્માને (કર્મબંધ કરાવનાર હોવાથી) સંસારમાં બંધનરૂપ છે એ
સ્પષ્ટ છે(અહીં કઈ પદમાં તૃતીયા વિભક્તિ છે અને કઈ પદોમાં સપ્તમી વિભક્તિ છે તે, વ્યાકરણના નિયમ પ્રમાણે, હેતુ વગેરેમાં તૃતીયા (પંચમી), સપ્તમી વિકલપે થાય છે એ અર્થમાં સર્વ પદેમાં તે તે વિભક્તિ સમજી
કે અહીં અસંયમથી રાગ-દ્વેષ જુદા નથી, તેમ આગળ. કહેવાતા ત્રણ દંડો વગેરે બધા હેતુઓ એકબીજામાં અંતર્ગત છે અર્થાત અસંયમથી લાગતા અતિચારે રાગદેષથી જ થાય છે અને તે પણ મન, વચન અને કાયારૂપ ત્રણ દંડથી થાય છે, એમ એક હેતુમાં પછી પછીના બધાય હેતુઓ અંતર્ગત છે, છતાં ભિન્ન ભિન્ન જણાવવાનું કારણ એ છે કે પ્રતિક્રમણ કરનાર ભિન્ન ભિન્ન રીતે. ખ્યાલ કરીને લાગેલા દોષોનું સારી રીતે પ્રતિક્રમણ કરી શકે. વળી અસંયમ, રાગદ્વેષ, ત્રણ દંડ, શલ્ય, ગારો, કષાયો વગેરે અશુભ ભાવોથી તે અતિચાર લાગે અને તેનું પ્રતિક્રમણ પણ કરાય, પણ ત્રણ ગુપ્તિ, શુભ ધ્યાન, પાંચ મહાવ્રતો, સમિતિ વગેરે શુભ ભાવો છે, તેનું પ્રતિક્રમણ શા માટે?—એમ પ્રશ્ન થાય તે સમજવું કે એ કરણીય. ભાવોને નહિ કરવાથી, અવિધિએ કરવાથી, તેમાં શ્રદ્ધા નહિ કરવાથી, કે વિપરીત પ્રરૂપણાદિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવાનું છે. એ રીતે “સ્ટ મહિનોસ્ટાપદં, વસTv નાગદં” વગેરેમાં પણ તે તે શ્રુતજ્ઞાનની શ્રદ્ધા ન કરવાથી કે ઉસૂત્ર પ્રરૂપણાદિથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવાનું હોય. છે. ઇત્યાદિ સ્વયં સમજી લેવું.