________________
૩૪૦.
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે भयवं पसाउ करिउ, इच्छा(चा)इ अभासणम्मि बुड्ढेसु । इच्छाकाराकरणे, लहसु साहूसु कज्जेसु ॥३८॥ सव्वत्थवि खलिएK, मिच्छाकारस्स अकरणे तह य । सयमन्नाउ वि सरिए, कहियव्यो पंचनमुक्कारो ॥३९॥ वुड्ढस्स विणा पुच्छं, बिसेसवत्थु न देमि गिण्हे वा । अन्नं पि अ महकज्ज, वुडढं पुच्छिय करेमि सया ॥४०॥
વસતિ (ઉપાશ્રય)માં પ્રવેશ કરતાં ‘નિસીહ” અને નીકળતાં “આવસહિ” કહેવી ભૂલી જાઉં તથા ગામમાં પેસતાં કે નસરતાં પગ પૂજવા ભૂલી જાઉં તે, યાદ આવે ત્યાં જ નવકાર મંત્ર ગણું. (૩૭) ”
કાર્ય પ્રસંગે વિનંતિ કરતાં, વૃદ્ધ સાધુઓને “હે ભગવન્, પસાય કરી” અને લઘુ સાધુને “ઈચ્છાકાર એટલે તેમની ઈરછા અનુસાર, એમ કહેવું ભૂલી જાઉં કે સર્વત્ર જ્યારે
જ્યારે ભૂલ થાય ત્યારે ત્યારે “મિચ્છાકાર” એટલે “મિચ્છા મિ દુક્કડ” એમ કહેવું ભૂલી જાઉં તે, જ્યારે મને યાદ આવે અથવા કોઈ હિતસ્વી સંભારી આપે ત્યારે, તત્કાળ મારે એક વાર નવકાર મન્ચ ગણવે. (૩૮-૩૯)
વૃદ્ધ (વકીલ)ને પૂછયા વિના કોઈ વિશેષ સારી વસ્તુ (આહાર, વસ્ત્ર, પાત્રાદિ) બીજા પાસેથી લઉં નહિ અને દઉં પણ નહિ તથા સદેવ કોઈ મોટું કામ વૃદ્ધ(વડીલ)ને પૂછીને જ કરું, પૂછડ્યા વગર કરું નહિ. (૪૦)