________________
સાધુ-સાધ્વીના કાલધર્મને વિધિ
- ૩૨૭
તે પછી સવળે વેષ પહેરીને સવળો કાજે ઈરિ પ્રતિ પૂર્વક લે. પછી શ્રાવક ઉપાશ્રયમાં નદી માંડી ચારે દિશામાં ચાર પ્રતિમા અથવા ચતુર્મુખ બિંબ પધરાવીને નંદિની ચારે બાજુ ચાર દીપક ઘીના કરવા, પાંચ સ્વસ્તિક કરી તેની ઉપર શ્રીફળ પધરાવવાં. પછી ધૂપ વગેરે યથાયોગ્ય કરીને ચતુર્વિધ સંઘે દેવ વાંદવા. નંદિની સમક્ષ પ્રારંભમાં સર્વ સાધુઓએ ગેમૂત્ર કે અચિત્ત સેનાવાણી પાણીથી ચાળપટ્ટાને, મુહપત્તિને એક એક છેડે, કંદરાને તથા ઘાના દેરાને અને એઘાની એક દશીને છેડે-એમ પાંચ વસ્તુ શુદ્ધ કરવી. પછી આઠ થાય અને પાંચ શકસ્તવથી દેવવન્દન કરવું. ચિત્યવન્દને શ્રી પાર્શ્વનાથ તથા શ્રી શાન્તિનાથનાં કહેવાં. સ્તુતિઓ સંસદાવા અને સ્નાતસ્યાની કહેવી તથા સ્તવનમાં અજિતશાન્તિસ્તવ કહેવું. આ રીતે દેવવન્દન પૂર્ણ થયા પછી ખમા દઈ, ઈચ્છાકારેણ સંદિ. ભગવે શુદ્રોપદ્રવાહડાવણë કાઉસ્સગ્ગ કરું? ઈરછ, શુદ્રોપદ્રવ એહડાવણë કરેમિ કાઉસ્સગ કહી અન્નત્થ૦ કહી ચાર લોગસ્સને સાગરવરગંભીરા સુધી કાર્યોત્સર્ગ કરે. વડીલે પારીને નમેહંતુ કહી– सर्वे यक्षाम्बिकाद्या ये, वैयावृत्यकराः सुराः (जिने)। क्षुद्रोपद्रवसंघातं, ते द्रुतं द्रावयन्तुनः ॥
–એ સ્તુતિ (પાંચ વખત) કહેવી. પછી એક જણે લાગલી જ ખૂહરછાતિ કહેવી. તે પછી સહુએ કાર્યોત્સર્ગ પાર. ઉપર પ્રગટ લેગસ્સ કહી, ખમા દઈ, અવિધિઆશાતનાને મિચ્છા મિ દુક્કડં દે.