________________
અસ્વાધ્યાયિક પ્રકરણ
૩૧૩
સદૈવ અસ્વાધ્યાયમાં કહેલા છે. તેમાં ચંદ્રગ્રહણને અસ્વાધ્યાય ઉત્કૃષ્ટ બાર અને જઘન્ય આઠ પ્રહર છે. તે આ પ્રમાણે ઊગતે ચંદ્ર ગ્રહણ થયે તે રાત્રિના ચાર અને બીજા દિવસના ચાર મળી આઠ પ્રહર અને પ્રાતઃ ગ્રહણ થાય, ગ્રહણ સહિત આથમે, તો તે પછી દિવસ, રાત્રી અને બીજા દિવસની સાંજ સુધી બાર પ્રહર. અથવા ઉત્પાતથી સમગ્ર રાત્રીગ્રહણ રહે અને સગ્રહણ આથમે, તે તે રાત્રી અને બીજે દિવસ તથા રાત્રી મળી બાર પ્રહર, અથવા વાદળથી ચંદ્ર દેખાય નહિ ત્યારે ગ્રહણું કયારે થયું તે નહિ જાણવાથી તે સમગ્ર રાત્રી અને બીજો દિવસ અને રાત્રી મળી બાર પ્રહર; પણ જે સ્પષ્ટ ગ્રહણ દેખાય તે ગ્રહણ થાય, ત્યારથી બીજા દિવસનો ચંદ્ર ઊગે ત્યાં સુધી અસ્વાધ્યાય જાણો. એ સિદ્ધાન્તને મત કહ્યો. બીજા આચાર્યોના મતે આચરણા એવી છે કે રાત્રે ચંદ્રગ્રહણ થાય અને રાત્રે મુકાય તે સંવારે સૂર્યોદય થતાં સુધી અસ્વાધ્યાય. (અને ગ્રહણ સહિત આથમે તે ગ્રહણ થાય ત્યારથી બીજે દિવસ અને બીજી રાત્રી સુધી અસ્વાધ્યાય જાણવો.) સૂર્યગ્રહણને અસ્વાધ્યાય જઘન્યથી બાર (આઠ) અને ઉત્કૃષ્ટથી સેળ પ્રહર. તે આ પ્રમાણે ગ્રહણ સહિત સૂર્ય આથમે તે તે પછીની રાત્રી અને બીજે અહોરાત્ર મળી બાર. ઊગતો સૂર્યગ્રહણ થાય અને ઉત્પાતને વશ આ બે દિવસ ગ્રહણ રહે, ગ્રહણ સહિત આથમે ત્યારે તે દિવસ, રાત્રી અને બીજે અહોરાત્ર મળી સોળ પ્રહર. આચરણાથી અન્ય આચાર્યોના