________________
૩૧૨
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથે
ગાધવનગર-ચક્રવતી વગેરેના નગરના ઉત્પાતનું સૂચક, સંધ્યા સમયે તે તે નગર ઉપર કિલ્લા, અટારી વગેરે આકાર સહિત બીજું નગર દેખાય તે અવશ્ય દેવકૃત હેય. ૨. દિગ્દાહ-કઈ એક દિશામાં ઊંચે મોટું શહેર સળગતું હોય તે પ્રકાશ દેખાય અને નીચે અંધકાર દેખાય છે. ૩. વીજળી-સ્વાતિથી મૃગશિરને સૂર્ય હોય તે દિવસમાં વીજળી થાય તે. ૪. ઉકાપાત-તારે પડે તેમ જ પાછળ રેખાવાળી અથવા પ્રકાશ યુક્ત ઉલ્કા (માટી પ્રકાશની રેખા) પડે તે. પ. ગર્જિત-વાદળની ગર્જના. ૬. ચૂપક-શુક્લ પક્ષમાં બીજ, ત્રીજા અને ચોથે ત્રણ દિવસ સુધી ચંદ્ર સંધ્યાગત હોવાથી સંધ્યા ન દેખાય તેને ચૂપક કહેવાય છે. ત્રણ દિવસ સંધ્યાની સમાપ્તિ ન સમજાયાથી કાળવેળાને નિર્ણય ન કરી શકાય માટે પ્રાદેષિક કાળ કે સૂત્ર પરિસી ન થાય. ૭. યક્ષાદીપ્ત–એક દિશામાં આંતરે આંતરે વીજળી સર પ્રકાશ દેખાય છે. આ ગાન્ધર્વનગર વગેરે થાય ત્યારે એક એક પ્રહર અસ્વાધ્યાય અને ગર્જિત થાય ત્યારે બે પ્રહર સુધી સ્વાધ્યાય નહિ કરે. ગાંધર્વનગર તે દેવકૃત જ હેય, શેષ દિગદાહ વગેરે દેવકૃત હોય અને સ્વાભાવિક પણ હેય. જોકે સ્વાભાવિક હેય તે અસ્વાધ્યાય નથી, તેપણ “દેવકૃત નથી પણ સ્વાભાવિક છે” એવો નિર્ણય કરવાનું વિશિષ્ટ જ્ઞાન નહિ હેવાથી સ્વાધ્યાય નહિ કરે.
આ ઉપરાંત પણ ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, નિર્ધાત, ગુન્જિત, ચતુસંધ્યા, મહાપડવા, મહામહ વગેરે પ્રસંગોને