________________
૩૦૩
પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ एतेष्वेवामनोज्ञेषु, सर्वथा द्वेषवर्जनम् । आकिश्चन्यव्रतस्यैवं, भावनाः पञ्च कीर्तिताः ॥८॥
ભાવાર્થ-સ્પર્શ, રસ, ગબ્ધ, રૂપ અને શબ્દ-એ પાંચે ઈન્દ્રિના પાંચ મનપસંદ વિષયમાં અતિ વૃદ્ધિનો અને ન ગમે તેવા તે સ્પર્શાદિમાં સર્વથા શ્રેષને ત્યાગ કરે તે અપરિગ્રહ વ્રતની પાંચ ભાવનાએ કહી છે. વસ્તુતઃ વિષયોને વિરાગ એ જ ધર્મનું ફળ છે, કારણ કે એના રાગમાંથી દ્વેષ અને કોધાદિ કષાયે જન્મે છે. એમાંથી અસત્ય, ચોરી, હિંસા વગેરે પાપની પરંપરા જન્મે છે. માટે જ પરિગ્રહને (વિષયેની મૂછને) સર્વ પાપનું મૂળ કહ્યું છે, અને એ મૂછને વિજય કરવા અહીં અનુકૂળને રાગ અને પ્રતિકૂળને દ્વેષ તજવાનું કહ્યું છે.
આ પચીસ ભાવનાઓ વિના મહાવ્રતનું પાલન માત્ર નામનું જ રહી જાય છે અને સંયમનાં કષ્ટ સહન કરવા છતાં આત્મામાં ગુણસ્થાનક વધૂતું કે ટકતું પણ નથી. ભાવનાઓ મહાવ્રતના પ્રાણરૂપ છે. જેમ પ્રાણ વિનાનું શરીર ગમેતેવું શણગારેલું હોય, પણ તે નિરુપયેગી મુડદુ ગણાય છે, તેમ ભાવનાઓના બળ વિનાનાં મહાવ્રતનું પાલન ગમે તેવાં રાગપૂર્વક કરાય કે કષ્ટ વેઠીને બાહ્યથી સુંદર બનાવાય તેપણ તેમાં આત્માના ભાવ પ્રાણ-જ્ઞાનાદિ ગુણ પ્રગટતા નથી.